હરીનગરમાં યુવાનનો ફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ
શહેરમા કોઠારીયા સોલવન્ટ વિસ્તારમા આવેલા હરીનગરમા રહેતા યુવાને કોઇ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો યુવકને તાત્કાલીક સારવાર માટે ખસેડવામા આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા નગર વિસ્તારમા આવેલા હરીનગરમા રહેતા માહીર દાનાભાઇ આહીર નામનાં રપ વર્ષનાં યુવાને સાંજનાં પાચેક વાગ્યાનાં અરસામા પોતાનાં ઘરે હતો ત્યારે કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને શુધ્ધ હાલતમા તાત્કાલીક સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યો હતો.
અન્ય બનાવમા જુદા જુદા પાંચ સ્થળે પાંચ લોકોએ જવલનશીલ પ્રવાહી પી લીધુ હતુ. જેમા રેલનગરનાં રાજુભાઇ સુબાયત (ઉ. વ. પ0 ) એ જયુબેલી પાસે સુરેશભાઇ રગડાવાળાની દુકાને ફીનાઇલ, કાલાવાડ રોડ પર એવરેસ્ટ પાર્કમા પ્રજવલ નંદકીશોરભાઇ પુરે (ઉ. વ. ર3 ) ને આરપીજે હોટલનાં રુમમા ભુલથી મચ્છર મારવાનુ લીકવીડ, હાથીખાનામા ઇમરાન અલીભાઇ શેખ (ઉ. વ. 3પ ) એ ફીનાઇલ, માંડા ડુંગર પીઠડ આઇ સોસાયટીમા અશોક પ્રેમજીભાઇ સોલંકી (ઉ. વ. 3ર ) એ એસીડ અને આજી ડેમ ચોકડી પાસે સત્યમ પાર્કમા જયદીપ હિતેશભાઇ ગાગાણીયા (ઉ. વ. ર8 ) ઝેરી દવા પી લીધી હતી.
