તું મોટી તોપ નથી કે સમાધાન માટે 50 લોકોને દોડાવવા પડે
બ્રિજદાન ગઢવીના આરોપ બાદ દેવાયત ખવડનો વળતો જવાબ: ઓફિસે તારી રાહ જોઉં છું... આવીજા
ગુજરાતના 2 લોકસાહિત્યકારો વચ્ચેનો વિવાદ વધુ વકર્યો છે. વાસ્તવમાં બ્રિજદાન ગઢવીના આરોપ બાદ દેવાયત ખવડે પણ હવે વળતો જવાબ આપ્યો છે. મહત્વનું છે કે, બ્રિજરાજ દાનનો દેવાયત ખવડ પર આક્રમક પ્રહાર કરતો વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેમણે દેવાયત ખવડનું નામ લીધા વગર કહ્યું કે તમે તો સવાર-સાંજ રંગ બદલો છો એટલે જ લોકો તમને રાખી સાવંત કહે છે અને કાચિંડો કહે છે.બ્રિજદાન ગઢવીના આરોપ બાદ દેવાયત ખવડે પોતાની ઓફિસનો એડ્રેસ વીડિયોમાં જાહેર કર્યું છે. આ સાથે કહ્યું કે, મારે કોઈ એડ્રેસ છૂપાવવાની જરૂૂરી નથી. દેવાયત ખવડે કહ્યુ કે, એડ્રેસ જોઈતું હોય તો ઇસ્કોન આંબલી રોડ પર ઓફિસ છે. આ સાથે તેમણે કહ્યુ કે, 200 લોકોને સાથે લઈને ફરે છે તે વાત પાયાવિહોણી છે. બ્રિજદાન ગઢવીને લઈ કહ્યુ કે, તું મોટી તોપ નથી કે સમાધાન માટે મારે 50 લોકોને દોડાવવા પડે અને સમાધાન પછી સ્થિર પાણીમાં કાંકરીનો ધા તે કર્યો છે.
દેવાયત ખવડે કહ્યુ કે, ઇસ્કોન આંબલી રોડ પર ઓફિસ છે હું તારી રાહ જોઉં છું અને કોઈ લાંબી ચર્ચા કરવી નથી ડાયલોગ બંધ કરી દેજે. આ સાથે અગાઉ થયેલ સમાધાનને લઈ ખવડે કહ્યુ કે, માં કરતા મારાથી મોટું કોઈ છે નહીં એટલે મે માફી માંગી લીધી છે. બ્રિજરાજ દાને દેવાયત ખવડ પર આક્રમક પ્રહાર કરતાં દેવાયત ખવડનું નામ લીધા વગર કહ્યું કેમ તમે તો સવાર-સાંજ રંગ બદલો છો એટલે જ લોકો તમને રાખી સાવંત કહે છે અને કાચિંડો કહે છે. બ્રિજરાજ દાને કહ્યું કે, સમાધાન કરવા હું નહોતો આવતો સમાધાન કરવા માટે આપે આપના 50 માણસોનો દોડાવ્યા હતા સાથેજ કહ્યું કે 18 વરણને સાથે લેવાની વાત કરો છો પણ એ યાદ નથી તમને કે તમારે 10 હજાર માણસની વચ્ચે માફી માંગવી પડી હતી.
બ્રિજરાજ દાને વધું ક્યું કે તમે અમારી કોપી કરીને તો જીવન જીવો છો, સાથે જ કહ્યું કે સિલેક્ટેડ ડાયરાની વાત કરી હતી તો સિલેક્ટેડનો મતલબ શું છે તમારા માટે. બ્રિજરાજ દાનના પ્રહાર દેવાયત ખવડના એ વીડિયોના જવાબમાં આવ્યા છે જેમાં દેવાયત ખવડે સમાધાન અને માફીને લઇને પોતાની વાત મુકી હતી.ધોળકના કોઠ ગામે લોકડાયરામાં દેવાયત ખવડે બ્રિજરાજદાન પર વળતો પ્રહાર કર્યો હતો. જેમાં તેમણે કહ્યુ હતુ કે, મર્દાનગી અને લોહીના પૂરાવા ન આપવાના હોય. કોનું લોહી છે એના પૂરાવા માયકાંગલાઓએ આપવા પડે.
લોકો મોઢામાં આંગળા નાખીને બોલાવે છે એટલે જીભ લપસી જાય દેવાયત ખવડને બ્રિજરાજ દાનનો લલકાર, કહ્યું સામી છાતીએ મોરે મોરા માટે તૈયાર, વિવાદ ભભૂક્યો હતો.ત્યારબાદ બ્રિજરાજ દાન ગઢની અને દેવાયત ખવડ વચ્ચે મઢડા સોનબાઇ મંદિર ખાતે સમાધાન થયું હતું. . આ પ્રસંગે બંનેએ એક બીજાની માફી પણ માંગી હતી. બંને કલાકારોએ સમાધાનનો વીડિયો પણ વાયરલ કર્યો હતો. વીડિયોમાં બંનેએ એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે કાઠી અને ચારણો આદિકાળથી સાથે છે. બંનેએ મનદુ:ખ પૂર્ણ થયાનું જાહેર કર્યું હતું.
વિવાદની શરૂઆત કઇ રીતે થઇ હતી ?
રૂૂપલ મા જન્મોત્સવ તથા જન્માષ્ટમી નિમિતે યોજાયેલ લોકડાયરામાં બ્રિજરાજદાન ગઢવીએ નામ લીધા વિના દેવાયત ખવડ પર આકરા પ્રહારો કર્યા હતા. બ્રિજરાજદાન ગઢવીએ કહ્યુ હતુ કે, જે દિવસે આ બ્રિજરાજદાનને માફીનો વીડિયો બનાવવો પડે તે દિવસથી બ્રિજરાજદાન ક્યારેય સ્ટેજ પર નહીં ચઢે. હું ઈશરદાનનું લોહી છું. એ તો પોતાને જ ખબર હોવી જોઈએ કે આપણે શું બોલીએ છીએ. કેટલાક લોકો સ્ટેજ પર મર્દાનગીની વાતો કરે છે અને પછી નીચે ઉતરીને માફી માંગી લે છે.