જામનગરમાં પણ કોરોનાની એન્ટ્રી યુવાન પોઝિટિવ, હોમ આઇસોલેટ કરાયો
જામનગર શહેરના ઘણા લાંબા સમય બાદ ફરીથી કોરોનાની એન્ટ્રી થઈ છે, અને આજે એક કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો છે. જેને લઈને મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે. જામનગર શહેરમાં રહેતા 37 વર્ષના એ યુવાન, કે જે બહારગામ ગયા હતા, અને આજે જામનગર પરત આવ્યા બાદ તેને તાવ શરદી ની અસર જણાઈ હતી, અને આરોગ્ય ચકાસણી બાદ તે કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. જેથી જામનગર મહાનગરપાલિકાનું આરોગ્યતંત્ર દોડતું થયું છે.
જોકે હાલ તેની તબિયત સ્વસ્થ હોવાથી તેઓને હોમ આઈસોલેસન માં મુકવામાં આવ્યા છે, અને તેમના પરિવારના સભ્યોના સેમ્પલો વગેરે લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જામનગર મહાનગરપાલિકાના આરોગ્યતંત્ર દ્વારા જામનગરના શહેરીજનોને કોરોનાના સંદર્ભમાં સચેત રહેવા જણાવાયું છે, અને કોઈ પણ પ્રકારે કોરોના થી ડર નહીં રાખવા, પરંતુ સાવચેત રહેવા, અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા, સાથો સાથ સેનિટાઈઝર અને માસ્ક વગેરેનો ઉપયોગ કરવા પણ જણાવાયું છે.