પ્રિયદર્શન સોસાયટીમાં યુવાન સુતા બાદ ઉઠયો જ નહીં: હાર્ટએટેકથી મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદય રોગના હૂમલના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં હાર્ટએટેકથી વધુ એક યુવાનનું હૃદય ધબકારા ચૂકી ગયું હતું. શહેરના 40 ફૂટ રોડ પર આવેલી પ્રિયદર્શન સોસાયટી રહેતો યુવાન રાત્રે સૂતા બાદ સવારે ઉઠયો જ નહતો ઉંઘમાં હાર્ટ એટેક આવી જતા મોત નીપજ્યાનું જાણવા મળ્યુ છે.જાણવા મળતી વિગત મુજબ 40 ફૂટ રોડ પર આવેલી પ્રિયદર્શન સોસાયટીમાં રહેતા હરેશભાઇ ધીરુભાઇ સરવૈયા (ઉ.વ.45) નામના યુવાન ગઇકાલે રાત્રે સૂતા બાદ આજે સવારે પરિવારજનો તેના ઉઠાડતા તે ઉઠતા ન હોય જેથી બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જયા ફરજ પરના તબીબે જોઇ તપાસી હાર્ટ એટેક આવી જતા મૃત્યુ થયાનું જાહેર કર્યુ હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક બે ભાઇમાં મોટ અને અપરણીત હોવાનુ જાણવા મળ્યુ છે. જયારે બીજા બનાવમાં હીરધવા રોડ પર આવેલી કિરણ સોસાયટી શેરી નં.1માં રહેતા વિવેકભાઇ પરમારના 4 મહિનાના પુત્ર ગોપાલને આજે સવારે આંચકી ઉપડતા બેભાન હાલતમાં ઝનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યુ હતું. આ બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.
