ખંભાળિયામાં બીમારી સબબ યુવાનનું મૃત્યુ
ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે રહેતા વિક્રમસિંહ બાબુભા જાડેજા નામના 42 વર્ષના યુવાનને છેલ્લા એકાદ વર્ષથી કિડની અને લીવરની બીમારી હોય અને આ બીમારીની ચાલુ સારવાર વચ્ચે થોડા દિવસો પૂર્વે તેમની તબિયત લથડતા વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના નાનાભાઈ ચેતુભા બાબુભા જાડેજા (ઉ.વ. 30, રહે. ભરાણા) એ વાડીનાર મરીન પોલીસને કરી છે.
કલ્યાણપુર નજીક રીક્ષાની ટ્રક સાથે ટક્કર: યુવાનનું મૃત્યુ
રાજકોટમાં રૈયા રોડ વિસ્તારમાં રહેતા પ્રદીપભાઈ દલપતરામ દવે નામના બ્રાહ્મણ યુવાન ગત તા. 7 નવેમ્બરના રોજ દ્વારકા - ખંભાળિયા નેશનલ હાઈવે પર જુવાનપુર (તા. કલ્યાણપુર) ગામના પાટીયા પાસેથી જી.જે. 10 ટી.ઝેડ. 1706 માં બેસીને જઈ રહ્યા હતા. ત્યારે આ રીક્ષાના ચાલકે તેમનો રીક્ષા પૂરઝડપે અને બેફીકરાઈપૂર્વક ચલાવીને આગળની બાજુમાં એક સાઈડમાં ઉભેલા ટ્રકના પાછળના ભાગે પોતાની રીક્ષા અથડાવી હતી. જેના કારણે રિક્ષામાં બેઠેલા પ્રદીપભાઈ દવેને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની મૃતકના પુત્ર ખુશાલભાઈ પ્રદીપભાઈ દવે (ઉ.વ. 20, રહે. રાજકોટ) ની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે રીક્ષા ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, જરૂૂરી કાર્યવાહી કરી હતી.
