ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભીમવાસ વિસ્તારમાં યુવાનનું નિદ્વાધીન અવસ્થામાં હૃદય બંધ થતાં મોત

01:54 PM Jan 17, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

જામનગરના ભીમવાસ વિસ્તારમાં રહેતા માત્ર 21 વર્ષના એક યુવાનનું બેશુદ્ધ અવસ્થામાં હૃદય બંધ પડી જવાથી મૃત્યુ નીપજત્તાં ભારે અરેરાટી પ્રસરી છે. લાલપુરના કાનાલુસમાં રહેતા 36 વર્ષિય યુવાનને હાથમાં દુખાવો ઉપડ્યા પછી સારવાર માટે જીજી હોસ્પિટલમાં લઈ જવાતાં તેનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર થયું છે.જામનગરના વધુ એક યુવાનને હૃદય રોગનો હુમલો જીવલેણ સાબિત થયો છે. જામનગરના નવાગામ ઘેડ નજીક ભીમવાસ શેરી નંબર ત્રણમાં રહેતા વિવેક કાંતિભાઈ ખીમસુરીયા નામના 21 વર્ષના યુવાનને તેની માતાએ નિદ્રાધીન અવસ્થામાં ઉઠાડતાં પોતે ઉઠયો ન હતો, અને બેભાન હાલતમાં હતો.તેથી તેને તાત્કાલિક અસરથી સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયો હતો, ત્યાં ફરજ પરના તબીબે તેનું હાર્ટ ફેઇલ થઈ ગયું હોવાથી મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.

Advertisement

આ બનાવ અંગે મૃતકના પિતા કાંતિભાઈ મોહનભાઈ ખીમસુરીયા એ પોલીસને જાણ કરતાં સીટી બી. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ બી.બી. જાડેજા હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને યૂવકના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે. જેના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.લાલપુર તાલુકા ના કાનાલુસ ગામમાં રહેતા વિજય બાબુભાઈ સાદીયા નામના 36-વર્ષના યુવાનને ગઈકાલે પોતાના ઘેર માથામાં દુખાવો ઉપડ્યો હતો. જેથી તેને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયવટુકી સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.આ બનાવ અંગે મૃતકની પત્ની પ્રભાબેન વિજયભાઈ સાદીયાએ પોલીસને જાણ કરતાં મેઘપરના એએસઆઈ વી.સી. જાડેજા જી.જી. હોસ્પિટલમાં પહોંચી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

Tags :
deathgujaratgujarat newsheart attackjamnagarjamnagar news
Advertisement
Advertisement