For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીના બેલા ગામ પાસે ટ્રક પલટી જતાં યુવાનનું મોત

12:25 PM May 17, 2025 IST | Bhumika
મોરબીના બેલા ગામ પાસે ટ્રક પલટી જતાં યુવાનનું મોત

એક વ્યક્તિ ઈજાગ્રસ્ત, ડ્રાઈવર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

Advertisement

મોરબીના બેલા આમરણ રોડ ઉપર આમરણ ગામની ગોલાઈ પાસે રોડ પર ચણાની ભરેલ ટ્રક બેફિકરાઈથી ચલાવતા ટ્રક પલ્ટી મારી જતા ટ્રકમાં પાછળ બેઠેલ એક વ્યક્તિ ચણાની ગુણીઓ નીચે દબાઈ જતાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા. ભોગ બનનાર મૃતકના ભાઈએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બેલા (આમરણ) ગામે રહેતા વલીમામદભાઈ ઉમરભાઈ જામ (ઉ.વ.45) એ ટ્રક રજીસ્ટર નંબર-જીજે-14-ઝેડ-5777 ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ પોતાના હવાલાવાળી ચણાની ભરેલ ટ્રક ગાડી એક જગ્યાએથી બીજી જગ્યાએ ભરવા જતા હતા ત્યારે ફરીયાદીના ભાઇ કાદરભાઇ ઉમરભાઇ જામ રહે.બેલા (આમરણ) ગામ તા.જી.મોરબી વાળા ટ્રકની પાછળ તથા સમીરભાઇ તથા અમીતભાઇને ટ્રકની કેબીનમાં બેસાડી જતા હતા ત્યારે આમરણ ગામની ગોલાઇ પાસે પોતાના હવાલા વાળો ટ્રક પુર ઝડપે ગફલત પુરઝડપે અને ગફલત ભરી રીતે મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે બેફિકરાઇ થી ચલાવી ટ્રકને પલ્ટી ખવરાવી દેતા પાછળના ભાગે બેસેલ ફરીયાદીનો ભાઇ ચણાની ભરેલ ગુણીઓ નીચે દબાઇ જતા શરીરે તથા વાસામા તથા ડાબા હાથે ગંભીર ઇજા પહોંચતાં કાદરભાઇનુ મોત નીપજયું હોય તથા સમીરભાઇને હાથે તથા પગે મુંઢ ઇજા કરી પોતાના હવાલા વાળો ટ્રક મુકી નાસી ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement