મોરબીમાં સિરામિકના ક્ધવેયર બેલ્ટમાં આવી જતાં યુવાનનું મોત
જાંબુડિયા ગામે ડૂબી જવાથી આધેડનું મૃત્યુ
પાવડીયારી કેનાલ નજીક કારખાનામાં કામ કરતી વખતે યુવાન ક્ધવેયર બેલ્ટમાં આવી જતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
મોરબીના પાવડીયારી કેનાલ સાપર ગામની સીમમાં આવેલ લિયોના સિરામિકના લેબર ક્વાર્ટરમાં રહીને મજુરી કરતા સંજયભાઈ રાકેશભાઈ (ઉ.વ.18) નામના યુવાન ગત તા. 07 ના રોજ લિયોના સિરામિકમાં કામ કરતો હતો અને બપોરે એક વાગ્યા આસપાસ ક્ધવેયર બેલ્ટની ટોલકીમાં આવી જતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.
જાંબુડિયા ગામે નદીમાં ડૂબી જતા આધેડનું મોત
ભાયાતી જાંબુડિયા ગામની સીમમાં આવેલ નદીના કાંઠે ગયેલ આધેડનો પગ લપસી જતા નદીના પાણીમાં પડી જતા ડૂબી જતા મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે. અમદાવાદના ઠક્કરબાપાનગરના રહેવાસી જગદીશભાઈ ઉર્ફે લાલો રમેશભાઈ રાઠોડ (ઉ.વ.40) વાળા વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડિયા ગામે આવેલ નદીના કાંઠે ગયા હતા અને અકસ્માતે પગ લપસી જતા નદીમાં પડી જતા પાણીમાં ડૂબી જતા મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
ટંકારાના ભૂતકોટડા ગામે પરિણીતાનો આપઘાત
ભૂતકોટડા ગામની સીમમાં આવેલ ફેકટરીના લેબર કવાર્ટરમાં ગળેફાંસો ખાઈ 23 વર્ષીય પરિણીતાએ આપઘાત કર્યો હતો પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે. મૂળ દાહોદના વતની હાલ ટંકારા તાલુકાના ભૂતકોટડા ગામની સીમમાં સમર્પણ પોલીપેક કારખાનામાં રહીને કામ કરતા હેતલબેન વિનુભાઈ વહોનીયા (ઉ.વ.23) નામની પરિણીતાએ કોઈ કારણોસર પોતાની જાતે પંખા સાથે ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું ટંકારા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.