મૈત્રીકરાર કરીને રહેતી યુવતી છોડીને ચાલી જતા યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાત
ગાંધીગ્રામના ગોવિંદનગરમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે . આપઘાત કરી લેનારા યુવાને મૈત્રીકરાર કર્યા હતાં. આ યુવતિ તેને છોડીને જતી રહેતાં માઠુ લાગી જતાં પગલુ ભર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.
જાણવા મળ્યા મુજબ ગોવિંદનગર-2માં રહેતાં કિશનભાઈ લાલજીભાઈ જાદવ (ઉં.વ.28)નામના યુવાને ઘરમાં ઉપરના માળે છતના હુકમાં કપડા સુકવવાની દોરી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાની જાણ 108ના ઈએમટી તબિબ ગીરજાબેન રાઠોડે કરતાં ક્ધટ્રોલ ઈન્ચાર્જ વી. એચ. ચૌહાણે જાણ ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.ઘટના જાહે2 થતાં હેડકોન્સ. મિહીરસિંહ બારડ, રાઈટર નિલેષભાઈ ડોડીયા સહિતે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો.
પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ કિશનભાઈ તેના ઉપરના રૂૂમમાંથી મોડે સુધી નીચે ન આવતાં તેના માતા ઉપર તપાસ કરવા જતા તે લટકતી હાલતમાં મળતાં કલ્પાંત સર્જાયો હતો. આપઘાત કરનાર કિશનભાઈ છુટક કામ કરતો હતો. તેના પિતા સેન્ટીંગ કામની મજૂરી કરે છે. કિશનભાઈએ એક યુવતિ સાથે મૈત્રીકરાર કર્યા હતાં. દરમિયાન આ યુવતિ તેને છોડીને જતી રહેતાં ત્યારથી તે ગુમસુમ રહેતો હતો. આ કારણે પગલુ ભરી લીધાની શક્યતા છે આ ઘટનાની વધુ તપાસ ગાંધીગ્રામ પોલીસ મથકનાં એએસઆઈ વી. વી. જાડેજા ચલાવી રહ્યા છે. યુવાન દિકરાના આ પગલાથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.