રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મેટોડામાં પૈસાની લેતી દેતીમાં યુવાન ઉપર બે મિત્રોનો હુમલો

06:00 PM Feb 07, 2024 IST | Bhumika
Advertisement

મેટોડા જીઆઇડીસીના પાટીયા પાસે રહેતા કિશન બાબુભાઈ રાઠોડ નામનો 21 વર્ષનો યુવાન પોતાના મિત્ર અનિષ અને રાહુલ પાસે રૂ. 18000 માંગતો હતો જે રૂપિયાની લેતી દેતીમાં અનિષ અને રાહુલે સવારના અગીયારેક વાગ્યાના અરસામાં મેટોડા જીઆઇડીસીના ગેટ નંબર બે પાસે કિશન રાઠોડને પટ્ટા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા કિશન રાઠોડને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત અન્ય બનાવમાં જંગલેશ્વર વિસ્તારમાં આવેલા ભવાનીચોકમાં રહેતા હુસેન દિલાવરભાઈ બ્લોચ નામના 35 વર્ષના યુવાને નાગરિક બેંક ચોકમાં ચારેક વાગ્યાના અરસામાં અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. કોઠારીયા રોડ ઉપર આવેલા આનંદનગરમાં રહેતા હિતેશ કિશોરભાઈ કારીયા નામના 49 વર્ષના આધેડે બપોરના એકાદ વાગ્યાના અરસામાં અમુલ સર્કલ પાસે બીમારીના વધુ પડતા ટીકડા ખાઈ લીધા હતા. મવડી વિસ્તારમાં આવેલી લાભદીક સોસાયટીમાં શીતલબેન કિશોરભાઈ વિસપરા નામની 40 વર્ષની મહિલાને તેના પતિ સાથે ઝઘડો થતા ફિનાઈલ પી લીધું હતું તેમજ ભાવનગર રોડ ઉપર આવેલા ખારચીયા ગામે રહેતી અનિતાબેન નાનજીભાઈ મકવાણા નામની 18 વર્ષની યુવતીએ કોઈ અગમ્ય કારણસર પોતાના ઘરે ફીનાઇલ પી લીધું હતું. જ્વલનશીલ પ્રવાહી પી લેનાર યુવતી સહિત ચારેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Advertisement

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement