પરિવારે મોંઘો મોબાઇલ લેવાની ના પાડતા યુવાનનો આપઘાતનો પ્રયાસ
શહેરમા નવા થોરાળા વિસ્તારમા રહેતા યુવાને મોંઘો મોબાઇલ લેવાનુ કહેતા પરીવારે ના પાડી હતી . જેથી યુવકને માઠુ લાગી આવતા ચૌધરી હાઇસ્કુલ મેદાનની અંદર હતો ત્યારે ફીનાઇલ પી લીધુ હતુ યુવકની તબીયતા લથડતા સારવાર માટે ખસેડવામા આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ નવા થોરાળા વિસ્તારમા રહેતો નીલેશ અશોકભાઇ હજારા નામનો રપ વર્ષનો યુવાન સાંજનાં સાડા છએક વાગ્યાનાં અરસામા ચૌધરી હાઇસ્કુલ મેદાન અંદર હતો ત્યારે ફીનાઇલ પી લીધુ હતુ . યુવકને ઝેરી અસર થતા સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યો હતો. પ્રાથમીક પુછપરછમા નીલેશ હજારા બે ભાઇ એક બહેનમા મોટો અને અપરણીત છે.
નીલેશ હજારાને મોંઘો મોબાઇલ લેવો હતો પરંતુ પરીવારે ના પાડતા નીલેશ હજારાને લાગી આવતા ફીનાઇલ પી લીધુ હોવાનુ જાણવા મળ્યુ છે. આ ઉપરાંત બીજા બનાવમા રુખડીયા પરા વિસ્તારમા આવેલા રાજીવનગરમા રહેતી સુમીતાબેન નાગજીભાઇ વાળા નામની ર4 વર્ષની યુવતીને જામનગરનાં સંજય સાથે 8 વર્ષ પહેલા પ્રેમ સબંધ થતા સુમીતા પરણીત સંજય સાથે વગર લગ્ને રહેતી હતી અને સુમીતાને સંજય થકી બે બાળકોનો જન્મ થયો છે સુમીતા વાળાએ સંજયનાં ત્રાસથી માવતરે આવી ઉંઘની વધુ પડતી ગોળીઓ પી લીધી હતી . યુવતીને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામા આવી હતી.