પ્રેમલગ્ન બાદ યુવતીના પરિવારજનોએ ધમકી આપતા યુવકનો આપઘાતનો પ્રયાસ
શહેરના કોઠારીયા રોડ પર રણુજા મંદિર પાસે હાઉસીંગ કવાર્ટરમાં રહેતા યુવાને ત્રિકોણબાગ પાસે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરી લેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. પ્રેમલગ્ન બાદ યુવતીના પરિવારજનો ધમકી આપતા હોવાથી કંટાળી તેણે આ પગલુ ભરી લીધાનું જાણવા મળ્યું છે.
રણુજા મંદિર પાસે હાઉસિંગ બોર્ડ કવાર્ટરમાં રહેતા અને કાપડાની દુકાનમાં નોકરી કરતા મયુર લાલજીભાઇ ગોહેલ (ઉ.વ.25)નામના યુવાને આજે સવારે ત્રિકોણબાગ પાસે ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમા ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં મયુરે જેતપુર તાલુકાના પીઠડીયા ગામની માનસી નામની યુવતી સાથે 2024માં પ્રેમલગ્ન કરી લીધા હતા. બાદમાં ગતા તા.22/4/25ના રોજ બંન્ને ઘરેથી ભાગી જતા યુવતીના ભાઇ સહિતના પરિવારજનો મયુરને છુટાછેડા આપી દેવાની ધમકી આપતા હોય જેથી કંટાળી તેણે ફિનાઇલ પી લીધાનું જાણવા મળ્યું છે. આ અંગે એડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.