દરેડ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં શ્રમિક યુવાનનું વીજઆંચકો લાગતાં મૃત્યુ
11:48 AM Apr 05, 2025 IST
|
Bhumika
Advertisement
Advertisement
જામનગરના દરેડ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આજે સવારે કડિયા કામની મજૂરી દરમિયાન એક શ્રમિક યુવાનને ઉપરથી પસાર થતા વિજ તાંરમાંથી એકાએક વીજ આંચકો લાગ્યો હતો, અને બીજા માળેથી નીચે પટકાઇ પડતાં કરુણ મૃત્યુ નીપજ્યું છે.
દરેડ જીઆઇડીસી વિસ્તારમાં 11.00 વાગ્યાના અરસામાં એક કારખાનાની ઉપર બીજા મળે રૂૂમ બનાવવામાં આવી રહ્યો હતો, જે દરમિયાન ત્યાં કડિયા કામ કરી રહેલો એક શ્રમિક લોખંડનો સળિયો ઉપર ખેંચવા જતાં ઉપરથી પસાર થઈ રહેલા વિજ તારને સળીયો અડી ગયો હતો, અને તેમાંથી વિજ આંચકો લાગવાથી શ્રમિક યુવાન બીજામાળેથી નીચે પટકાઈ પડ્યો હતો, અને કરુણ મૃત્યુ નીપજયું છે.
આ બનાવની જાણ થતાં પંચકોષી બી. ડિવિઝનનો પોલીસ સ્ટાફ તેમજ દરેડ વિસ્તારની વીજ ટુકડી બનાવના સ્થળે દોડી ગઈ છે, અને સમગ્ર બનાવ અંગે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.
----