શ્રમિક યુવાનનો ગળા ફાંસો ખાઇ આપઘાત
12:29 PM Apr 15, 2025 IST
|
Bhumika
Advertisement
મૂળ પશ્ચિમ બંગાળના વતની, અને હાલ જામનગર નજીક સિક્કા પાટીયા પાસે આવેલી રાજ એન્ટરપ્રાઇઝ નામની પેઢી ની ઓરડીમાં રહીને મજૂરી કામ કરતા મુકેશ માહીમા સિંઘા નામના 30 વર્ષના પરપ્રાંતિય શ્રમિક યુવાને ગઈકાલે રાતે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.
Advertisement
આ બનાવ અંગે તેની સાથે મજૂરી કામ કરતા અન્ય એક શ્રમિક યુવાને પોલીસને જાણ કરતાં મેઘપર પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ એલ.જી. જાડેજા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.