મોરબીમાં હીટ એન્ડ રનમાં બાઇકચાલક યુવાનનું મોત
મોરબીના ભરતનગર નજીક હીટ એન્ડ રનમા અજાણ્યા વાહનની ઠોકરે બાઈકચાલક યુવાનનું મોત નિપજયુ હતુ. ભરતનગર ગામ નજીકથી યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે અજાણ્યા વાહને બાઈકને ઠોકર મારી પછાડી દેતા યુવાનનું ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું.
અકસ્માત સર્જી અજાણ્યો વાહનચાલક વાહન લઈને નાસી ગયો હતો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે. મૂળ મધ્યપ્રદેશના વતની લલુઆ દસઈયા પ્રજાપતિ (ઉ.વ.52) વાળાએ અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના દીકરા અભિષેકકુમાર લલુઆ પ્રજાપતિ બાઈક જીજે 03 એચપી 6190 લઈને મોરબી માળિયા હાઈવે પરથી જતો હતો ત્યારે ભરતનગર ગામ નજીક અજાણ્યા વાહનચાલકે બાઈકને હડફેટે લઈને અકસ્માત સર્જ્યો હતો.
જે અકસ્માતમાં ફરિયાદીના દીકરા અભિષેક લલુઆને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું અને અકસ્માત બાદ વાહનચાલક નાસી ગયો હતો મોરબી તાલુકા પોલીસે ફરાર વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.