મોરબી નજીક કારની ઠોકરે બાઈક ચાલક યુવાનનું મોત
11:52 AM Nov 04, 2025 IST | admin
મોરબી માળિયા નેશનલ હાઈવે પર એકટીવા લઈને યુવાન જતો હતો જે એકટીવાને ઇકો કારના ચાલકે ઠોકર મારી હતી અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા યુવાનનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.મોરબીના કિશનગઢ સોખડા ગામના રહેવાસી કિશોરભાઈ ઉર્ફે હકાભાઇ દેવદાનભાઈ બાલાસરાએ ઇકો કાર જીજે 36 આર 1811 ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ઇકો કારના ચાલકે મોરબી માળિયા નેશનલ હાઈવે પર પોતાની ઇકો કાર પુરઝડપે ચલાવી રામપર ગામના પાટિયા પાસે એકટીવા જીજે 36 એકયું 2957 ને હડફેટે લેતા એકટીવા ચાલક જેસંગભાઈ માલાભાઈ ડાંગર પટકાઈ જતા માથા અને પગમાં તેમજ શરીરે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું અકસ્માત બાદ વાહન મૂકી વાહનચાલક નાસી ગયો હતો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement
Advertisement
