‘તું મારા માતા-પિતા, મિત્રોની વાતોમાં આવી ગઈ’ સ્યૂસાઈડ નોટ લખી સુરેન્દ્રનગરના યુવાનનો આપઘાત
અમદાવાદના થલતેજ વિસ્તારમાં વાઇબ્રન્ટ રેસિડેન્સી હોટેલમાં એક યુવકે પત્નીના ત્રાસથી કંટાળીને ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. રાહુલ પરમાર નામના યુવકે હોટેલના રૂૂમમાં સુસાઈડ નોટ લખીને જીવન ટૂંકાવ્યું હતું. સુસાઈડ નોટમાં રાહુલે પત્ની ભૂમિ પ્રજાપતિને તેના આપઘાત માટે જવાબદાર ઠેરવી હતી. વસ્ત્રાપુર પોલીસે આ મામલે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગરના ભલગામના વતની રાહુલ દુધાભાઈ પરમાર (ઉં.વ. 27) એ થલતેજ સ્થિત વાઇબ્રન્ટ રેસિડેન્સી હોટેલના રૂૂમ નંબર 305માં ગળે ફાંસો ખાધો હતો. પોલીસને ઘટનાસ્થળેથી બે મોબાઇલ ફોન, લેપટોપ, પાકીટ અને એક સુસાઈડ નોટ મળી આવી હતી. સુસાઈડ નોટમાં રાહુલે લખ્યું હતું કે, તું તારાં માતાપિતા, મિત્રો અને સગાંની વાતોમાં આવી ગઈ અને તેં મને છોડી દીધો. મારી આત્મહત્યા પાછળ મારી પત્ની ભૂમિ જવાબદાર છે.
સ્ત્રસ્ત્ર પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે રાહુલ અને ભૂમિએ લવ મેરેજ કર્યા હતા. મૃતક રાહુલના પિતા દુધાભાઈ પરમારે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, રાહુલ નીચી જાતિનો હોવાથી ભૂમિ અને તેના પરિવારજનો છેલ્લા છ મહિનાથી છૂટાછેડા માટે દબાણ કરતા હતા. આ બાબતે ભૂમિ અવારનવાર ઝઘડા કરતી હતી અને પંદર દિવસથી અલગ પીજીમાં રહેવા જતી રહી હતી.
દુધાભાઈએ વધુમાં જણાવ્યું કે, 17 નવેમ્બર, 2024ના રોજ રાહુલનો ફોન બંધ આવતો હોવાથી શોધખોળ શરૂૂ કરી હતી, પરંતુ તે મળ્યો ન હતો. બાદમાં 20 નવેમ્બર, 2024ના રોજ વસ્ત્રાપુર પોલીસે ફોન કરીને રાહુલના આપઘાત વિશે જાણકારી આપી હતી. પોલીસે હોટેલના રૂૂમમાંથી મળેલી સુસાઈડ નોટ અને અન્ય વસ્તુઓ કબ્જે કરી હતી.વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. એલ.એલ. ચાવડાએ જણાવ્યું હતું કે, આ મામલે પત્ની ભૂમિ પ્રજાપતિ વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને તપાસ શરૂૂ કરવામાં આવી છે.
પોલીસ સુસાઈડ નોટ અને અન્ય પુરાવાઓના આધારે આગળની કાર્યવાહી હાથ ધરશે.
આ ઘટનાથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે અને લવ મેરેજ બાદ જાતિના કારણે થયેલા ત્રાસના કારણે યુવકે આપઘાત કરતા સમાજમાં પણ ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.