For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

યાર્ડમાં સપ્તાહમાં 1.25 લાખ મણ મગફળી, 90,000 મણ કપાસની આવક

04:15 PM Oct 13, 2025 IST | Bhumika
યાર્ડમાં સપ્તાહમાં 1 25 લાખ મણ મગફળી  90 000 મણ કપાસની આવક

આજે 700 વાહનમાં વિવિધ જણસી ઠલવાઇ, દિવાળી સુધીમાં આવક વધશે

Advertisement

ચોમાસાની વિદાય અને શિયાળાનાં પગરવ તેમજ દિવાળી નજીક આવતા જ રાજકોટ યાર્ડમા વિવિધ જણસીની આવક શરુ થઇ ગઇ છે જેમા આજે પણ 700 થી વધારે વાહનોમા કપાસ , જીરુ , તલ અને મગફળીની બમ્પર આવક થઇ હતી. દિવાળી નજીક આવતા આવતા હજુ પણ આવકમા વધારો થવાની ધરણા વ્યકત કરવામા આવી છે.

આજે યાર્ડમા 700 વાહનમા 35000 મણ સોયાબીન, 32000 મણ કપાસ , 10200 મણ જીરુ અને 12000 મણની સફેદ તલની આવક થઇ હતી જેમા કપાસમા રૂ. 1575, સોયાબીનમા રૂ. 807, જીરુ મા રૂ. 3540 અને તલમા રૂ. 1860 સુધીનો ભાવ બોલાયા હતા કપાસના ભાવમા બોટાદ આંદોલનની પણ અસર દેખાઇ હોય તેમ ભાવ 1500 થી વધુ મળતા ખેડુતો પણ ખુશખુશાલ થઇ ગયા હતા.

Advertisement

રાજકોટ યાર્ડમા છેલ્લા પાંચ દિવસમા 1,25,000 મણ મગફળી, 89200 થી વધુ મણ કપાસ , 35800 થી વધુ મણ જીરુ અને 36800 થી વધુ મણ તલની આવક થઇ છે દિવાળી પહેલા રોકડી કરવા માટે હાલ ખેડુતો દ્વારા જણસી યાર્ડ સુધી લઇ આવવામા આવી રહી છે દિવાળી નજીક આવતા આ આવક ડબલ થશે. જો કે દિવાળી બાદ સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામા આવશે પરંતુ તે અગાઉ મોટાભાગનાં ખેડુતોએ પોતાની જણસી ખુલ્લા બજારમા વહૈચી દીધી હશે. તેવુ ચર્ચાઇ રહયુ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement