મોરબીમાં યમરાજાનો પડાવ: બે મહિલા સહિત પાંચનાં મોત
પંચાસર, જાલીડા, પાડધરા, નીચી માંડલ અને વાંકાનેરમાં ઇલેક્ટ્રિક શોકથી 3 અને ડૂબી જવાથી 1નું મોત
મોરબી તાલુકાના શીવનગર પંચાસરમા કડીયાકામ કરતા હતા ત્યારે ઈલેક્ટ્રીક શોક લાગતા મહિલાનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ હેતાબેન નાજુભાઇ સંઘાડા (ઉ.વ.35) રહે-શીવનગર પંચાસર મોરબી તા.જી.મોરબી વાળી પોતે શીવનગર પંચાસર ખાતે કડીયાકામ કરતાં હતાં તે દરમ્યાન કોઇ કારણસર ઇલેકટ્રીક શોર્ટ લાગતાં મહિલાનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
વીજતારને અડી જતા ટ્રકચાલકનું મોત
વાંકાનેરના પાડધરા ગામની સીમમાં ટ્રકની કેબીન પર ચડી તાલપત્રી બાંધતી વખતે ટ્રક ચાલક વીજતારને અડી જતા વીજશોક લાગતા મોત થયું હતું.
મૂળ કુતિયાણા હાલ સુત્રાપાડા તાલુકાના મોરડિયા ગામના રહેવાસી નેભાભાઇ હાજાભાઇ ઓડેદરા (ઉ.વ.40) વાળા ગત તા. 15 ના રોજ વાંકાનેર તાલુકાના પાડધરા ગામની સીમમાં હોટેલના ગ્રાઉન્ડમાં ટ્રક રાખી ટ્રકની કેબીન પર ચડી તાલપત્રી બાંધતા હતા જ્યાં ઉપરથી 66 કેવી ઇલેક્ટ્રિક લાઈન પસાર થતી હોય જેને અડી જતા શોક લાગો હતો જેથી સારવાર માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા પરંતુ સારવાર મળે તે પૂર્વ જ યુવાનનું મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
છાતીમાં દુખાવો થયા બાદ પરિણીતાનું મોત
ઝારખંડના વતની મહિલાને છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં મહિલાનું મોત થયું હતું
મૂળ ઝારખંડ હાલ વાંકાનેર તાલુકાના જાલીડા ગામની સીમમાં એન્ટીક કારખાનામાં કામ કરતા અનીતાદેવી પપ્પુસિંહ ઘટવાર (ઉ.વ.32) નામની પરિણીતાને ગત તા. 16 ના રોજ છાતીમાં ગભરામણ થતા છાતીમાં દુખાવો થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસીને મહિલાને મૃત જાહેર કરી હતી વાંકાનેર તાલુકા પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે.
ન્હાવા ગયેલ યુવાનનું ડૂબી જતા મોત
નીચી માંડલ નજીક સિરામિક પાસે પાણી ભરેલ ખાણમાં ન્હાવા ગયેલ યુવાન પાણીમાં ડૂબી જતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે તપાસ ચલાવી છે.
મૂળ ઓડીસાના વતની અને હાલ મોરબીના નીચી માંડલ ગામની સીમમાં સિમોન સિરામિકમાં રહીને કામ કરતા જગનાથ સુરેન્દ્રનાથ બહેરા (ઉ.વ.38) નામના યુવાન કારખાના પાસે પાણી ભરેલ ખાણમાં ન્હાવા ગયો હતો અને પાણીમાં ડૂબી જતા યુવાનનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે.
મોટરમાં ઇલેક્ટ્રિક શોક લાગતા યુવાનનું મોત
રેલ્વે સ્ટેશન રોડ પરની સોસાયટીમાં રહેતા યુવાનને મોટર ચાલુ કરતી વખતે વીજશોક લાગતા યુવાનનું મોત થયું હતું વાંકાનેર સીટી પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે.વાંકાનેરની સ્વપ્નલોક સોસાયટી રેલ્વે સ્ટેશન રોડ પર રહેતા હાર્દિકભાઈ રાજુભાઈ રાતડીયા (ઉ.વ.22) નામના યુવાન પોતાના ઘરે પાણીની મોટર ચાલુ કરતી વખતે ઇલેક્ટ્રિક શોક લાગતા યુવાનને સારવાર માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં ફરજ પરના ડોકટરે જોઈ તપાસીને યુવાનને મૃત જાહેર કર્યો હતો વાંકાનેર સીટી પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.