For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સર્વેશ્ર્વર ચોક પાસેનો યાજ્ઞિક રોડ કાલથી ચાર માસ બંધ કરાશે

05:03 PM Apr 14, 2025 IST | Bhumika
સર્વેશ્ર્વર ચોક પાસેનો યાજ્ઞિક રોડ કાલથી ચાર માસ બંધ કરાશે

સરદારનગર મેઇન રોડથી ન્યુ જાગનાથ શેરી નં.20 સુધીના રોડ પર કલવર્ટનું કામ કરવા વાહનો માટે માર્ગો ડાઇવર્ટ કરાયા, જાહેરનામું પ્રસિદ્ધ

Advertisement

યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચોક વોકળા દુર્ઘટના બાદ તંત્ર દ્વારા પાણીનો પ્રવાહ પ્રવાહ પૂર્વવત કરવા માટે વોકળા પર નવો સ્લેબ તૈયાર કરવાની શરૂૂઆત કરી છે જે અંતર્ગત યાજ્ઞિક રોડ નીચેથી પસાર થતાં વોકળાને વાળવા માટે રોડ બંધ કરવાની જરૂૂરિયાત ઊભી થતા તંત્રએ આવતીકાલથી સર્વેશ્વર ચોક પાસેનો રોડ ચાર માસ માટે બંધ કરવાનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

રાજકોટ શહેર વોડ નં.7માં આવેલા સર્વેશ્વર ચોકથી ડો.યાજ્ઞિક રોડને જોડાતા હૈયાત વોકળો ડાયવર્ઝન કરી નવું બોકસ કલ્વર્ટ બનાવવાના કામ સર્વેશ્વર ચોકમાં પૂર્ણતાની નજીક હોય, હવે ટુંક સમયમાં રાજકોટ નાગરિક બેંક પાસે ડો.યાજ્ઞિક રોડ પર કામ શરૂૂ કરવાનું થાય છે. જે અંગે ડો.યાજ્ઞિક રોડ પર સરદારનગર મેઇનરોડથી ન્યુ જાગનાથ શેરી નં.-20 સુધીનો રોડ પર વાહનોની અવર જવર માસ-4 સુધી બંધ કરવાની જરૂૂરીયાત હોય, જેથી સદરહું વાહનોની ડો.યાજ્ઞિક રોડ પર માલવીયા ચોકથી રેસકોર્સ તરફ અવર-જવર માટે નીચે મુજબના વૈકલ્પિક રસ્તાનું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવે છે.

Advertisement

સર્વેશ્વર ચોક ખાતે આવેલ બંને સાઇડના રસ્તા પર 50-50 મીટર રોડ બંધ કરવામાં આવશે. એના સિવાય યાજ્ઞિકરોડ ઉપર વાહનોની અવર-જવર ચાલુ રહેશે. સર્વેશ્વર ચોકની આસપાસની દુકાન/ઓફીસ વગેરેનું પાર્કીંગની અલાદી વ્યવસ્થા કરવામાં આવશે.અને વ્યપારી તેમજ ગ્રાહકો માટે અવર -જવર માટે રસ્તો ચાલુ રહેશે. અને ત્યા ગાડીઓ પાર્કીંગ કરી શકાશે.

રેસકોર્ષથી માલવીયા ચોક તરફ આવતા મોટર વ્હીકલ જેવા કે, એસ.ટી. બસ તથા પ્રાઇવેટ લકઝરી તથા લાઇટ મોટર વ્હીકલ જેવા કે, કાર એમ્બ્યુલન્સ વિગેરે વાહનોની અવર જવર બહુમાળી ભવનથી જિલ્લા બેન્ક ભવન ચોક થી જ્યુબેલી ગાર્ડન ચોક થઇ જવાહરરોડ પરથી ત્રિકોણબાગ સર્કલ તરફ માલવીયા ચોક જઇ શકશે.

રેસકોર્ષથી માલવીયા ચોક તરફ આવતા ટુ-વ્હીલર્સ તથા થ્રી-વ્હીલરની અવર જવર જિલ્લા પંચાયત ચોકથી ફુલછાબ ચોક થઇ મોટી ટાકી ચોક લીબડા ચોકથી પસાર થઇને ડો.રાજેન્દ્રપ્રસાદ રોડ (શાસ્ત્રી મેદાન અને રાજકુમાર કોલેજ વચ્ચેનો રસ્તો) પરથી પસાર થઇને માલવીયા ચોક તરફ જઇ શકશે.

ડો.યાજ્ઞિક રોડથી રેસકોર્સ તરફ આવતા બધા જ પ્રકારના વાહનોની અવર જવર ડો.દસ્તૂર માર્ગ પરથી એસ્ટ્રોન ચોક થઇને મહિલા કોલેજ ચોક તરફથી કિશાનપરા ચોક થઇને જિલ્લા પંચાયત ચોક તરફ જઇ શકશે. (નોંધ ડો.દસ્તુર માર્ગ હાલ વન-વે હોય ઉપરોકત વિષયમાં દર્શાવેલ કામપુર્ણ ન થાય ત્યા સુધી ટુ-વે કરવામાં આવે છે.

ડો.યાજ્ઞિક રોડ થી રેસકોર્સ તરફ આવતા બધા જ પ્રકારના વાહનોની અવર જવર શ્રી રામકૃષ્ણ આશ્રમથી ડો.યાજ્ઞિક રોડ ઉપર હાઇસ્ટ્રીટ બિઝનેસ થી ડાબી તરફ શ્રી સ્વામિવિવેકાનંદ માર્ગ પર રામકૃષ્ણનગર શેરી નં-10 પરથી પસાર થઇ વિરાણી હાઇસ્કુલ પાસેથી જમણી તરફ ટાગોર રોડ પર થઇને એસ્ટ્રોનચોક -મહિલા કોલેજ-કિશાનપરા ચોકથી જિલ્લા પંચાયત ચોક સુધી જઇ શકાશે.

આથી હું બ્રજેશ કુમાર ઝા, પોલીસ કમિશ્નર, રાજકોટ શહેર, અમોને મળેલ ગુજરાત પોલીસ અધિનિયમ 1951થી મળેલ સત્તાની રૂૂએ તા.0.4../04/2025 થી ચાર(4) સુધી મારી સહી, સીક્કા કરી જાહેર જનતાની જાણ માટે આ જાહેરનામુ પ્રસિધ્ધ કરવામા આવે છે.

ઉપરોકત હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વાહન ચાલક મોટર વાહન અધિનિયમ-1988ની કલમ-183 અને કલમ-184 હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે. આ જાહેરનામુ ફરજ પરના પોલીસના વાહનો, એમ્બ્યુલન્સ, શબવાહીની, ફાયર બ્રિગેડના વાહનો તેમજ સરકારી વાહનોને આકસ્મીક સંજોગોમાં લાગુ પડશે નહીં.

પગપાળા ચાલવા માટે રસ્તાનો અમુક ભાગ ખુલ્લો રાખવા વિચારણા
સર્વેશ્ર્વર વોકળાના નવા સ્લેમ માટે ડો.યાજ્ઞિકરોડ ચાર માસ માટે બંધ કરવાનું જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યુ ંછે. પરંતુ સર્વેશ્ર્વર વોકળા પાસે રોડ બંધ કરવા માટે 500 મીટર જગ્યામાં કામ કરાશે ત્યારે રોડની બાકની ખુલ્લી સાઇડ પગપાળા જતા લોકો માટે ઉપયોગમાં આવે તેવો નિર્ણય લેવાયો છે. જેના માટે કામ શરૂ થયા બાદ મશીનરીનું અડચણ અને સ્થિતી જોયા બાદ રસ્તો ખુલ્લો કરાશે તેમ જાણવા મળેલ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement