For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મનપાના જુ.કલાર્ક ગ્રેજ્યુએટની ભરતી માટે રવિવારે લેખિત પરીક્ષા

03:49 PM May 01, 2025 IST | Bhumika
મનપાના જુ કલાર્ક ગ્રેજ્યુએટની ભરતી માટે રવિવારે લેખિત પરીક્ષા

Advertisement

128 જગ્યા માટે 60525 અરજીઓ આવી, પરીક્ષા માટે 500 કર્મચારીઓ ફરજ બજાવશે જેઓને આજે તાલીમ અપાઇ

મહાનગરપાલિકાના ઇતીહાસમાં જુ.કાર્લકની અત્યાર સુધીમાં બે વખત જ ભરતી થઇ છે. આથી ખાલી પડેલ 128 જુ.કર્લાક ગ્રેજ્યુએટ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામા આવેલ જે અંતર્ગત 60525 અરજદારોએ અરજી કરતા તમામની પરીક્ષા આગામી રવિવારના રોજ લેવામાં આવેશે જેના માટે રાજકોટ, અમદવાદ અને વડોદરામાં કેન્દ્ર ફાળવવામાં આવ્યા છે. પરિક્ષા વ્યવસ્થા માટે મહાનગરપાલિકાના ડે.કમશિનર સહિતના 500 કર્મચારીઓને ફરજ સોંપવામા આવી છે. જે અંગેની તાલીમ આજ રોજ રાખવામાઁ આવી હતી.

Advertisement

મહાનગરપાલિકામાં ખાલી પડેલ 128 જુ.કર્લાક ગ્રેજ્યુએટની ભરતી કરવામા માટે ઉમેદવારો પાસેથી અરજી માંગવામાં આવેલ જેના લીધે ગુજરાત ભરમાંથી કુલ 60525 માન્ય અરજી આવતા હવે તમામ ઉમેદવારોની લેખીત પરીક્ષા લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને રવિવારે લેખિત પરીક્ષાનું આયોજન કરાયું છે.

અત્યાર સુધીની ભરતી પરીક્ષા લેવાની હોય પરીક્ષાની વ્યવસ્થા માટે મોટી સંખ્યામાં કર્મચારીઓની જરૂરીયાત ઉભી થતા પરીક્ષા કેન્દ્રોનુ ત્રણ શહેરમાં વિભાજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ, અમદાવાદ અને વડોદરામાં કેન્દ્રની ફાળવણી કરાઇ છે. જેમાં રાજકોટ કેન્દ્ર માટે ડે. કમિશનર સહિતના 500 કર્મચારીઓને તાલીમ આપવામાં આવી હતી. અને રાજકોટમાં 11 કેન્દ્ર તથા અમદાવાદમાં 87 કેન્દ્ર, વડોદરામાં 27 કેન્દ્રમાં રાજકોટ ખાતે 31000 અને અમદાવાદ ખાતે 28000 સહિત કુલ 60525 ઉમેદવારો પરીક્ષા આપશે

કર્મચારીઓને સોંપાતી વિશેષ સેવા સામે વેતન ચૂકવવામાં આવે: કર્મચારી પરીષદ
જુ.કર્લાકની પરીક્ષા માટે કર્મચારીઓને જવાબદારી સોંપવામા આવી છે. જેના મહેતનાણા અંગે મનપા કર્મચારી પરીષદે અનેક મુદે રજૂઆત કરી જણાવેલ છે કે, શાખા અધિકારી દ્વારા ફક્ત TA ચુકવવાનું જણાવેલ છે. આ TA ની આકારણીમાં રાજકોટ થી જે તે શહેર સુધી પંહોચવાનું તે શહેરમાં રાત્રી રોકાણ કરવાનું ત્યા ભોજન વ્યવસ્થા કરવાની ત્યા સેન્ટર સુધી આવવા જવાની વ્યવસ્થા કરવાની અને તમામ કામગીરી પુર્ણ થયે રાજકોટ પરત ફરવાની તમામ વિગતો ઉમેરી બિલ બનાવવા જરૂૂરી છે. આ તમામ બિલ બનાવવા હેતુ ટીકીટો રજુ કરવી જરૂૂરી છે. પરંતુ અમુક કર્મચારીને જેમાં કર્મચારીઓ દ્વારા કોઇ ગૃપ બનાવીને પોતાના વાહનમાં જવાની ગોઠવણ કરેલ હોય તો તેવા કિસ્સામાં આ બિલ આકારી શકાશે નહીં. આથી કર્મચારીઓને પોતાના પૈસે આ ફરજ બજાવવાની રહેશે. તેમજ હુકમમાં ઉઅ આકારવાની કોઇ શરત મુકેલ નથી આથી તમામ કર્મચારીઓએ રાત્રી રોકાણ, ચાર સમયના ભોજનની વ્યવસ્થા પોતાના ખર્ચે કરવાની રહેશે. જેની સામે નોડલ ઓફીસર તેમજ આસી. નોડલ ઓફીસરઓને સરકારી વાહન ફાળવવામાં આવેલ છે. આથી સ્પષ્ટ થાય છે કે નાના કર્મચારીઓને ને જ અન્યાય સહન કરવાનો રહે છે. તેમજ હુકમમાં એવુ જણાવેલ છે કે નિયમાનુસાર માનદવેતન / મહેનતાણું નિયત થયે ચુકવવામાં આવશે. જે બાબતે આપને ધ્યાવે મુકવાનું કે અગાઉની અંદાજીત આવી 8 થી 9 પરીક્ષાના મહેનતાણા હજુ સુધી ચુકવાયેલ નથી. અને કોઇ નિયમ બનાવેલ નથી. તો આ પરીક્ષાના મહેનતાણા ક્યારે ચુકવાશે? અને કેટલા ચુકવાશે ? આમ ઉપરોક્ત બાબતે તમામ કર્મચારીઓ વતી આપ સાહેબને નમ્રતા પુર્વક જણાવવાનું કે હુકમમાં જણાવ્યા વિગતે કર્મચારીઓને કોઇ મહેનતાણું કે TA ચુકવવાના બદલે ચુંટણી વિભાગની જેમ રાજકોટ મહાનગરપાલિકા દ્વાર રાજકોટ થી રાજકોટ વાહન વ્યવસ્થા કરી આપે તેમજ ( અમદાવાદ / વડોદરા ખાતે) રોકાણ અને ભોજનની વ્યવસ્થા કરી આપે. જેથી કોઇ કર્મચારીને આર્થીક નુકશાનની સંભાવના રહે નહીં. અથવા દરેક કર્મચારીને નિયત ખર્ચ સામેની યોગ્ય રકમની બાંહેધરી આપે જેથી કર્મચારીઓને આ જગ્યાએ ફરજ બજાવવામાં પોતાના ખિસ્સા માંથી ખર્ચ કરવો ના પડે.

Advertisement
Tags :
Advertisement
Advertisement