રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

થાનગઢમાં ભેખડ ધસી પડતાં શ્રમિકનું મોત, ખનીજ માફિયાઓએ ડરાવી બે કલાકમાં જ અંતિમવિધિ કરાવી નાખી!

01:37 PM Dec 24, 2024 IST | Bhumika
Advertisement

મામલો રફેદફે કરવા 3.50 લાખ આપી દેવાયાની ચર્ચા : DYSP રબારીને ધ્યાને આવતા તપાસ શરૂ કરાઈ

Advertisement

થાનગઢના વેલાડા વીડમાં સરકારી ખરાબાની જમીનમાં ખોદકામ સમયે ભેખડ ઘસી પડતાં બે શ્રમિક દટાયા હતા. જેમાં તરણેતરના યુવકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. મૃતક યુવકની 2 કલાકમાં અંતિમવિધી કરી દેવામાં આવતાં રૂૂ.3.50 લાખમાં મામલો રફેદફે કરી દેવાયાનું ધ્યાને આવ્યું છે. થાનગઢ તાલુકાના વેલાડા વીડની અંદર સરકારી ખરાબીમાં આવેલી કોલસાની ખાણમાં ભેખડ ધસી પડતા બે શ્રમિકો દટાતા તરણેતર ગામના 25 વર્ષના બાબુ ખમાણી નામનું મોત નીપજ્યું હતું.

જ્યારે ઇજાગ્રસ્તને કઇ હોસ્પિટલમાં લઇ જવાયો તેની પણ કોઇ જાણશુદ્ધા બહાર આવી નથી. મૃતકના પરિવારને અંદાજે રૂૂપિયા સાડા ત્રણ લાખ રૂૂપિયા આપીને મોતનું કારણ બહાર ન આવે તે માટે તમામ ખનીજ માફીઆઓ બનાવને રફેદફે કરવા સક્રિય થઈ ગયા હતા. આ અંગે લીંબડી ડીવાયએસપી વી.એમ.રબારીએ જણાવ્યું કે, ખાણખનિજ ખાતાની ટીમ ઘટના સ્થળે આવે છે, અને થાનગઢ પીઆઈ વી.કે.ખાંટને ઘટના સ્થળે મોકલવામાં આવશે. ટૂંક સમયમાં જે પણ હકિકત હશે તે અંગે કાર્યવાહી કરવામાં આવશે.

નોંધનીય છે કે, 5 કલાકમાં રૂૂ.1 હજારની દહાડી આપી ગેરકાયદે કામ કરવા લઇ ગયા બાદ કોન્ટ્રાક્ટરો આવી ઘટના બને ત્યારે પરિવારજનોને કાયદાનો ડર બતાવી પીએમ કર્યા વિના અંતિમવિધિ કરાવી દેતા હોય છે. આ કિસ્સામાં પણ સોમવારે સાંજે 4 કલાકે બનાવ બન્યો અને તરણેતર લાવી મૃતદેહની સાંજના 6 કલાકે અંતિમવિધિ કરી દેવામાં આવી હતી. થાન પંથકમાં ભૂમાફિયાઓ એટલા બધા બેફામ છે કે કાર્યવાહી કરનાર તંત્રને પણ જોખમ થઇ જાય છે. ત્યારે ખાણખનીજ વિભાગ દ્વારા થોડા દિવસો પહેલા જ જ્યાં ઘટના બની ત્યાં જ દરોડો કરીને મુદ્દામાલ જપ્ત કરાયો હતો. પરંતુ કોઇની બીક ન હોય તેમ ફરી આ સ્થળેથી અધિકારીઓને ધમકાવીને 3 ટ્રેક્ટર લઇ જતા ચકચાર ફેલાઇ હતી.

અત્રે સુત્રોમાંથી મળતી વિગતો મુજબ, થાનગઢ તાલુકો મુળી તાલુકો અને સાયલા તાલુકાની અંદર ગયા વર્ષે 100થી પણ વધારે મૃત્યુના બનાવ બન્યા હતા. જેની અંદર ત્રણ જ એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી. બાકીના કેસની અંદર મૃતક વ્યક્તિને ત્રણથી સાડા ત્રણ લાખ રૂૂપિયા આપીને કેસ રફેદફે કરી દેવામાં આવ્યો છે. જ્યારે મૃતકના ઘરનાને પૂછવામાં આવે છે ત્યારે અલગ અલગ કારણ દર્શાવીને મોતના કાગળીયા પૂરા કરી દેવામાં આવે છે. જો ખરેખર સારી દિશામાં તપાસ થાય તો મોટાપાયે આ મોતનું કારણ બહાર આવી શકે તેમ છે.

Tags :
deathgujaratgujarat newsThangaDhThangadh news
Advertisement
Next Article
Advertisement