For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સલાયામાં રેલવે લાઈનની કામગીરીમાં પાણીની લાઈન તૂટતાં કામ અટકાવાયું

11:49 AM Apr 30, 2025 IST | Bhumika
સલાયામાં રેલવે લાઈનની કામગીરીમાં પાણીની લાઈન તૂટતાં કામ અટકાવાયું

સલાયામાં ઘણા સમયથી જૂની બંધ રેલ્વે લાઇનનું કામ પૂર જોશમાં ચાલુ છે. આ કામગીરી દરમ્યાન આ વોર્ડ નંબર 6 અને 7 ને પાણી પૂરું પાડતી પાઇપ લાઇન તૂટી ગઈ છે એવું સ્થાનિકોનું કહેવું છે. જે ઘણા સમયથી હજુ પણ તૂટેલી છે જેથી સ્થાનિકોને પાણી મળતું નથી. તેમજ આ રેલ્વે લાઇનની એક બાજુ સરકારી નિશાળ આવેલ છે. જેથી સ્થાનિકો દ્વારા આ નિશાળમાં જવા માટે છોકરાઓને તકલીફ ન પડે એ માટે વ્યવસ્થિત વ્યવસ્થા કરવા માંગ કરાઈ છે.

Advertisement

આ બંને માંગણીઓ સાથે આ રેલ્વે વિભાગની કામગીરીને સ્થાનિકોએ અટકાવી છે. અને આ માંગણીઓ પૂરી કરવા સરકાર શ્રી તેમજ સબંધિત તંત્ર પાસે માંગણી કરી છે. આ સ્થાનિકો સાથે આ વોર્ડના નગર પાલિકાના સદસ્ય ફિરોઝ સંઘાર,નગર પાલિકાના ઉપપ્રમુખ સાલેમામદ ભગાડ, તેમજ આગેવાન અકબર ભાયા પણ જોડાયા હતા. અને આ સ્થાનિકોની માંગણીઓ ઝડપથી પૂરી કરવા તંત્રને અપીલ કરાઇ હતી.તેમજ આ રેલ્વે વિભાગ દ્વારા બનાવેલ અંડર બ્રિજમાં પણ હાલ ઉનાળામાં પાણી ભરાઈ જતું હોય જે બાબતે પણ યોગ્ય કરવા માંગ કરાઈ છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement