For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કટારિયા ચોકડીના ડાયવર્ઝન રૂટનું કામ અંતે પૂર્ણ

05:19 PM Jun 20, 2025 IST | Bhumika
કટારિયા ચોકડીના ડાયવર્ઝન રૂટનું કામ અંતે પૂર્ણ

ન્યારી-1 ડેમ અને સર્વેશ્ર્વર વોંકળાની કામગીરી નિહાળતા મ્યુનિસિપલ કમિશનર

Advertisement

રાજકોટ મ્યુનિસિપલ કમિશનરશ્રી તુષાર સુમેરાએ આજે તા.20-06-2025ના રોજ કાલાવડ રોડ આવેલ ન્યારી-1 ડેમ સાઈટ, કટારીયા ચોકડી ખાતે 3-લેયર મલ્ટીલેયર ફ્લાયઓવર બ્રિજની ચાલતી કામગીરી અને ડાયવર્ઝન રૂૂટ તેમજ યાજ્ઞિક રોડ સર્વેશ્વર ચોક ખાતે બની રહેલ વોંકળાની કામગીરી અંગે સ્થળ મુલાકાત કરી હતી. ચોમાસાને ધ્યાનમાં રાખીને પ્રિ-મોન્સુન અંતર્ગત ન્યારી-1 ડેમની વિઝિટ કરી હતી. કટારીયા ચોકડી ખાતે ડાયવર્ઝન રૂૂટ પૂર્ણતાના આરે છે તેમજ સર્વેશ્વર ચોક ખાતેના વોંકળાની કામગીરી ઝડપી પૂર્ણ કરવા મ્યુનિસિપલ કમિશનરશ્રીએ સંબંધિત અધિકારી અને એજન્સીના પ્રતિનિધિને સુચના આપી હતી.

આગામી સમયમાં ચોમાસાને ધ્યાનમાં રાખીને ન્યારી-1 ડેમ ખાતે સાઈટ વિઝિટ કરી મ્યુનિસિપલ કમિશનરશ્રીએ ડેમનું નિરીક્ષણ કર્યું હતું. કટારીયા ચોકડી ખાતે દૈનિક હજારોની સંખ્યામાં પસાર થતાં વાહનોના પરિવહનને સમગ્ર પ્રોજેકટ દરમિયાન અસર ના થાય તે અંગેનું આગોતરું આયોજન કરી તેના રૂૂટ ડાયવર્ઝનની કામગીરી પૂર્ણતાને આરે છે બ્રિજના પિઅરની કામગીરી શરૂૂ થાય તે પહેલા ડાયવર્ઝન રૂૂટ પર વાહનોની અવર જવર રાબેતા મુજબ થઈ શકે તેવું આયોજન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. કટારીયા ચોકડી ખાતે મ્યુનિસિપલ કમિશનરએ ચાલતી રૂૂટની કામગીરી અંગે પ્રોગ્રેસ રિપોર્ટ મેળવ્યો હતો. સર્વેશ્વર ચોક ખાતે ચાલી રહેલ વોંકળાની કામગીરી અંગે મ્યુનિસિપલ કમિશનરએ ચાલુ કામગીરી નિહાળી સંબંધિત અધિકારી અને એજન્સીના પ્રતિનિધિને કામગીરી ઝડપી પૂર્ણ કરવા સુચના આપી હતી.

Advertisement

મ્યુનિસિપલ કમિશનરની વિઝિટ દરમ્યાન નાયબ મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરવાની, ચેતન નંદાણી, હર્ષદ પટેલ, સિટી એન્જી. શ્રી કે.પી. દેથારીયા, અતુલ રાવલ, શ્રી કુંતેશ મેતા, નાયબ પર્યાવરણ ઈજનેર દિગ્વિજયસિંહ તુવર તેમજ સંબંધિત એજન્સીના પ્રતિનિધિશ્રી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement