For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જામનગરના ટેભડા-ગોદાવરી રોડનું કામ શરૂ

01:35 PM Dec 06, 2025 IST | Bhumika
જામનગરના ટેભડા ગોદાવરી રોડનું કામ શરૂ

માર્ગ અને મકાન વિભાગ દ્વારા જામનગર જિલ્લાના જામનગર તાલુકામાં આવેલા અગત્યના ગ્રામ્ય માર્ગ ટેભડા-ગોદાવરીની સપાટી સુધારણાનું કાર્ય સત્વરે હાથ ધરવામાં આવ્યું છે. 8 કિમી ની લંબાઈ ધરાવતા આ માર્ગના નવીનીકરણ માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂૂ. 3.25 કરોડનો જોબ નંબર મંજૂર કરવામાં આવ્યો છે.વરસાદના કારણે આ માર્ગની સપાટી અતિ ખરાબ હાલતમાં હતી, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ તકલીફોને ધ્યાનમાં રાખીને, આ રસ્તા પર સપાટી સુધારણા અને નવીનીકરણની તાત્કાલિક જરૂૂરિયાત ઊભી થઈ હતી. આ પ્રોજેક્ટ હેઠળ માર્ગની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો લાવવા માટે માટીકામ, ગુણવત્તાયુક્ત ડામર કામ, સી.ડી. વર્ક્સ હેઠળ કલ્વર્ટ અને ડ્રેનેજ તેમજ રોડ ફર્નિચર અન્વયે સાઈનેજ, માર્ક્સ, વગેરે જેવી કામગીરીઓ કરવામાં આવશે.

Advertisement

પંચાયત માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર કે. બી. છૈયા તથા નાયબ કાર્યપાલક ઇજનેર બી.આર. વસરા દ્વારા ઉપરોક્ત રસ્તાની સપાટી સુધારણાની કામગીરીને અગ્રતા આપીને સત્વરે શરૂૂ કરાવી દેવામાં આવી છે અને તેને બનતી ત્વરાએ પૂર્ણ કરાવવામાં આવશે. આ માર્ગનું કામ પૂર્ણ થવાથી ટેભડા, ગોદાવરી સહિતના આસપાસના ગામો તરફ જતા હજારો વાહનચાલકો અને સ્થાનિક નાગરિકોને સુરક્ષિત અને ઝડપી મુસાફરીનો લાભ મળશે, જેનાથી સમય અને ઇંધણની બચત થશે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement