ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કટારિયા ચોકડી બ્રિજનું કામ શરૂ, પાંચ ડાયવર્ઝન જાહેર

04:02 PM May 31, 2025 IST | Bhumika
Advertisement

મ્યુનિસિપલ કમિશનરે બ્રિજના સ્થળની મુલાકાત લઈ અધિકારીઓ પાસેથી પ્રોગ્રેસીવ રિપોર્ટ મેળવી વિવિધ સૂચનાઓ આપી

Advertisement

રાજકોટ મ્યુનિસિપલ કમિશનરશ્રીતુષાર સુમેરાએ આજે કાલાવડ રોડ કટારીયા ચોકડી ખાતે 3-લેયર મલ્ટીલેયર ફ્લાયઓવર બ્રિજની ચાલતી કામગીરીનીરૂૂબરૂૂ સ્થળની મુલાકાત કરી હતી. કટારીયા ચોકડી ખાતે બ્રિજ બનાવવાનું કામ એક પડકારરૂૂપ છે. તેની સામે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા માત્ર એક મહિનામાં ડાયવર્ઝન રૂૂટ સહિતની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. કાલાવડ રોડ પર કટારીયા ચોક પર ફલાય ઓવર બ્રીજ અને 150 ફુટ રીંગ રોડ-ર પર અન્ડરપાસ બનાવવાનાં કામે તા:-26/03/2025ના રોજ વર્ક ઓર્ડરથી કામ શરુ કરવામાં આવેલ.જે 30 માસ (ચોમાસા ઋતુ સહીત)ની સમયમર્યાદામાં પૂર્ણ કરવાનું આયોજન છે.

દૈનિક હજારોની સંખ્યામાં પસાર થતાં વાહનોના પરિવહનને સમગ્ર પ્રોજેકટ દરમિયાન અસર ના થાય તે અંગેનું આગોતરું આયોજન કરી તેના રૂૂટ ડાયવર્ઝનની કામગીરીમાં છેલ્લા એક મહિનામાં અંદાજે 80% જેટલું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. બ્રિજના પિઅરની કામગીરી શરૂૂ થાય તે પહેલા ડાયવર્ઝન રૂૂટ પર વાહનોની અવર જવર રાબેતા મુજબ થઈ શકશે.

3-લેયર મલ્ટીલેયર ફ્લાયઓવર બ્રિજ 45 મીટર પહોળા ઝઙ કાલાવડ રોડ પર 25 મીટર પહોળો ફ્લાયઓવર (18 મીટર વાહનો 7 મીટર રાહદારી પુલ), કાલાવડ રોડ પર 4 લેન 850 મીટર લાંબો ફ્લાયઓવર,ફ્લાયઓવરની કુલ 850 મીટર લંબાઈમાં ફરજિયાત (મુખ્ય) સ્પેનઆઉટમાં વચ્ચેનાં ભાગમાં 160 મીટર લાંબો આઇકોનિક એક્સ્ટ્રા ડોઝ બ્રિજ ભાગ,અવિરત અને સલામત ટ્રાફિક અને રાહદારીઓની અવરજવરના આયોજન સાથે આ પ્રકારનો ગુજરાતમાં પ્રથમ વાહન કમ પેડેસ્ટ્રિયન ફ્લાયઓવર બ્રિજ બનવા જઈ રહ્યો છે.

આ બ્રિજ બનાવવા માટે અંદાજીત રકમ રૂૂા.167.25 કરોડનો ખર્ચ થશે. આ બ્રિજ બનવાથી અંદાજીત3 લાખ નાગરિકો સરળતાથી પરિવહન કરી શકશે.ફલાય ઓવર બ્રિજની બંને બાજુ 7.50 મીટરનોસર્વિસ રોડ, રીંગ રોડ-2 પર ઇછઝજ બસની અવર જવર માટે 7.5 મીટર, ગ્રાઉન્ડ કોરીડોર, પેડેસ્ટ્રીયન માટે ફુટપાથની વ્યવસ્થા, વરસાદી પાણીનાં નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઈન, સર્વિસ યુટીલીટી ડકટ, અંડરપાસની શરૂૂઆતમાં, ફ્લાયઓવર અંડરસ્પેસની નીચે જંકશનની મધ્યમાં સોફ્ટ લેન્ડસ્કેપ, ફ્લાયઓવર અંડરસ્પેસ ડેવલપમેન્ટના વિવિધ મલ્ટિયુઝ વિકલ્પો - પાર્કિંગ / બાળકોના રમવા / બહુવિધ ઉપયોગ, પ્લેટફોર્મ / હોકર્સ સ્ટેન્ડ / બેઠક / શૌચાલય. - ફ્લાયઓવરની ઉપર 1.35 મીટર પહોળો લેન્ડસ્કેપ /પ્લાન્ટેશન, સમગ્ર લંબાઈ માટે ફૂટપાથ તેમજ ફ્લાયઓવરની ટોચ પર 1.2 મીટર પહોળી ફૂટપાથ અને વાહનોની અવરજવર માટે બંને બાજુ વધારાનો પહોળો 2 લેન કેરેજ-વે 8.5 મીટરનો બનાવવામાં આવશે.

ડાયવર્ઝન રૂટની વિગત

રાજકોટ શહેર થી કાલાવડ તરફ જવા માટે:-(900 મીટર પહોળાઈ - 18.00 મીટર)
કાલાવડ રોડ થી કોરાટવાડી મેઇન રોડ થી ધ વાઇબવાળા રસ્તા થી 150 ફુટ રીંગ-ર થઇ પંડિત દિનદયાલ ઉપાધ્યાય આવાસ થી જીનીયશ સ્કુરલવાળા રસ્તા થી કાલાવડ રોડ.
કાલાવડ થી રાજકોટ શહેર તરફ જવા માટે:-( લંબાઈ - 1200.00 મીટર પહોળાઈ - 18.00 મીટર)
કાલાવડ રોડ થી કોસ્મોપ્લેક્ષ સિનેમા પહેલા સેરેનીટી ગાર્ડનવાળા રસ્તાર થી કોનપ્લેક્ષ સિનેમા થઇ 150 ફુટ રીંગ રોડ-ર થઇ એલેકઝીર રોડ થી ગ્રીન ફિલ્ડ ગાર્ડનવાળા રસ્તા થી કાલાવડ રોડ તરફ.
150 ફુટ રીંગ રોડ-ર, ગોંડલ ચોકડી થી જામનગર રોડ તરફ જવા માટે:- (લંબાઈ - 1150 મીટર પહોળાઈ - 18.00 મીટર)
એકવાકોરલ થી પંડિત દિનદયાલ ઉપાધ્યાય આવાસ થી જીનીયશ સ્કુલ થી કાલાવડ રોડ થી કોસ્મોપ્લેક્ષ સિનેમા પહેલા સેરેનીટી ગાર્ડનવાળા રસ્તા થી કોનપ્લેક્ષ સિનેમા થઇ 150 ફુટ રીંગ રોડ-ર.
150 ફુટ રીંગ રોડ-ર, જામનગર રોડ થી ગોંડલ રોડ તરફ જવા માટે:- (લંબાઈ-650.00 મીટર પહોળાઈ-18.00 મીટર)
150 ફુટ રીંગ રોડ-ર થઇ એલેકઝીર રોડ થી ગ્રીન ફિલ્ડ ગાર્ડનવાળા રસ્તા થી કાલાવડ રોડ થી કોરાટવાડી મેઇન રોડ ધ વાઇબ રોડ - 150 ફુટ રીંગ રોડ -ર.
150 ફુટ રીંગ રોડ-ર જામનગર રોડ થી કાલાવડ રોડ થી 150 ફુટ રીંગ રોડ-ર ગોંડલ રોડ તરફ (લંબાઈ - 1600.00 મીટર પહોળાઈ મીટર 24.00 મીટર)
(આવવા તથા જવા માટે) - (ભારે તથા ઇન્ડસ્ટ્રીયલ વાહન માટે)150 ફુટ રીંગ રોડ-ર થી રત્નવિલાસ પેલેસવાળા રસ્તા થઇ કાલાવડ રોડ - કણકોટ ચોકડી થી વિર-વિરૂૂ તળાવર4.00મીટરવાળા રસ્તે થઇ 150 ફુટ રીંગ રોડ-ર તરફ જવાશે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement