લાયન સફારી પાર્કની 4 કમ્પોનન્ટની કામગીરી પૂર્ણ
પ્રદ્યુમન પાર્ક ઝૂની પાછળ 29 હેકટર જગ્યામાં એશિયાટીક લાયન સફારી પાર્કનું કામ પૂરજોશમાં ચાલુ
રાજકોટના શહેરીજનોને હરવાફરવાનું એક વધુ સ્થળ મળે તે માટે મહાનગરપાલિકા દ્વારા ઇસ્ટઝોન ખાતે ઝૂની બાજુમાં આવેલ જગ્યા પર એશિયાટીક લાયન સફારી પાર્ક બનાવવાનો નિર્ણય લઇ સરકારમાં દરખાસ્ત રજૂ કરેલ જેને મંજૂરી મળતા પાર્કનું કામ પુરજોરમાં શરૂ કરવામાં આવ્યું છે. સાત ફેઇઝમાં કામ કરવાનું છે.. જે પૈકી કમ્પાઉંડ વોલ તથા ફેન્સીંગ અને મેઇન ગેઇટ સહિતનું કામ પૂર્ણ થઇ ગયેલ હોય બાકીના ત્રણ ફેઇઝનું કામ પાંચ માસમાં પૂર્ણ થવાની શકયતા સાથે માર્ચ માસમાં લાયન સફારી પાર્ક ખુલ્લુ મુકવામા આવશે તેમ ઇજનેરી વિભાગમાંથી જાણવા મળેલ છે.
ઇસ્ટઝોનમાં લાલપરી તળાવ અને ઝૂની બાજુમાં આવેલી ફોરેસ્ટ વિભાગની મહાપાલિકા હસ્તકની 29 હેક્ટર જગ્યા ઉપર એશિયાટિક લાયન સફારી પાર્ક બનાવવાની જાહેરાત તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ દ્વારા કરાઈ હતી. કેન્દ્ર સરકારની ઝૂ ઓથોરિટી દ્વારા મંજૂરી અપાયા બાદ આ પાર્કના નિર્માણનું કાર્ય પૂરજોશમાં શરૂૂ કરી દેવાયું હતું. સાત તબક્કામાં શરૂૂ કરાયેલા આ કામના ચાર તબક્કાનું કામ પૂર્ણ થઈ ગયું થઇ ગયુ છે. અને અંદાજીત 27 કરોડનું કમ્પાઉંડ વોલ અને મેઇન ગેઇટનું કામ પૂર્ણ થતા હવે નાઇટ સોલ્ડર ફૂડ કોર્ટ પાર્કિંગ વ્યવસ્થા સહિતના ત્રણ કામો શરૂ કરવામાં આવ્યા છે. હજૂ પણ પાંચ માસનું કામ બાકી હોય માર્ચમાસમાં લાયન સફારી પાર્ક ખુલો મુકાય તેવી તૈયારીઓ તંત્ર કરવામાં આવી રહી છે.
લાયન સફારી પાર્કના નિર્માણ કાર્ય પૂર્ણ કરવાની સમયમર્યાદા જૂન-2026 છે પરંતુ માર્ચ-2026 સુધીમાં જ કામ પૂર્ણ થઈ જાય તેવું લાગી રહ્યું છે. સાત તબક્કામાંથી ચેઈનલિન્ક ફેન્સીંગ તેમજ કમ્પાઉન્ડ વોલ, ઈન્સ્પેક્શન પાથ, ઈન્ટરનલ રોડ, ટુ-વે ગેઈટનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. જ્યારે પ્રાણીઓ માટેનું નાઈટ શેલ્ટર (રાત્રિના સમયે રહેવાની સુવિધા), જીએસઆર, એન્ટ્રન્સ પ્લાઝા સહિતનું કામ હજુ ચાલી રહ્યું છે. જે ચાર તબક્કા પૂર્ણ કરવામાં આવ્યા છે તેના પાછળ 27.57 કરોડનો ખર્ચ થવા પામ્યો છે. અહીં સહેલાણીઓને ફરવાનું સ્થળ તો મળી જ રહેશે શકે તેમજ તેમનું લોકેશન ટ્રેસ કરવા માટે ઈન્ટર કનેક્ટેડ રોડ પણ બનાવવામાં આવશે.
લાયન સફારી પાર્કમાં વિશાળ પાર્કિંગ વ્યવસ્થા, રેસ્ટીં ગ શેડ, બાળકો માટેનું પ્લે ગ્રાઉન્ડ, ફૂડ કોર્ટ સહિતની સુવિધા પણ ઉભી કરવામાં આવશે. સાથે સાથે સાસણમાં જે પ્રકારે સિંહદર્શન થાય છે તે રાજકોટમાં જ કરી શકાશે. આ ઉપરાંત સિંહ સંરક્ષણ-સંવધનના પ્રયત્નમાં પણ વધારો થઈ શકશે. પ્રાણીઓ માટે અહીં પીવાના પાણીના તળાવ બનશે તો ખુલ્લામાં પ્રાણીઓ વિહાર કરતા સહેલાણીઓ નીહાળી શકશે સંભવતા માર્ચ માસના અંતમાં એશિયાટીક લાયન સકારી પાર્ક ખુલ્લુ મુકાશે.