રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ખાખીના રંગ સાથે અભિનયના ઓજસનો અદ્ભુત સમન્વય

01:10 PM Oct 02, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ગુજરાત પોલીસમાં નોકરી કરવા સાથે અભિનય દ્વારા સ્ત્રી સશક્તિકરણનો સંદેશ આપી સામાજિક ફરજ બજાવે છે શીતલ પટેલ

રણભૂમિ ફિલ્મમાં શીતલ પટેલનો કચ્છી પહેરવેશમાં વિરાંગનાને શોભે એવો લીલાના પાત્રમાં નિડરતાભર્યો ઠસ્સો દરેકને સ્પર્શે છે

‘હું ભાગ્યે જ મૂવી જોઉં છું, અને આ મૂવી ન જોયું હોત તો જરૂર કંઈક ગુમાવ્યું હોત! એક જ ફિલ્મમાં અનેક સંદેશ આપ્યા છે. સ્ત્રી સશક્તિકરણની વાત, અદ્ભુત દેશપ્રેમ,કચ્છ ટુરિઝમ,ઉચ્ચ અભ્યાસ કરેલ દીકરીઓનો બેનમૂન વતન પ્રેમ ઉપરાંત ફેમિલી સાથે જોઈ શકાય એવી સ્વચ્છ અને સુંદર ફિલ્મ છે.શરૂૂઆતથી અંત સુધીમાં જકડી રાખે એવી તાકતવર ફિલ્મમાં દરેક કલાકારના સુંદર અભિનય સાથે કચ્છી પહેરવેશમાં નીતરતી સુંદરતા, વિરાંગનાને શોભે એવો નિડરતાભર્યો લીલાનો ઠસ્સો ભૂલાય નહીં તેવો છે.

દરેક બહેન-દીકરીએ જોવાલાયક,અર્થપૂર્ણ ફિલ્મ બનાવનાર નિલેશભાઈ ચોવટિયા તેમજ રણભૂમિ ટીમને ખૂબ ખૂબ અભિનંદન.’ આ શબ્દો છે રાજકોટ શ્રીવલ્લભ ક્ધયા કેળવણી મંડળ(કડવી બાઈ વિરાણી ક્ધયા વિદ્યાલય)ના ડાયરેક્ટર હીરાબા માંજરિયાના. પોતાની શાળાની દીકરી રણભૂમિ ફિલ્મમાં લીલાના પાત્રમાં ઉત્કૃષ્ટ અભિનય સાથે સમાજને મજબૂત સંદેશ આપે છે તેનો ગર્વ આ શબ્દોમાં ઝળકે છે. અહીં વાત છે ફિલ્મમાં લીલાનું મુખ્ય પાત્ર ભજવનાર રાજકોટના શીતલ પટેલની. તેઓ ગુજરાત પોલીસમાં ફરજ બજાવે છે અને આ ફિલ્મ દ્વારા સમાજને સ્ત્રી સશક્તિકરણનો મજબૂત સંદેશ આપ્યો છે.

દ્વારકામાં જન્મ અને પ્રારંભિક શિક્ષણ લીધું. પપ્પા અજમલભાઈ પટેલ તેમજ માતા મધુબેન પટેલના સંસ્કારના વારસામાં કડવીભાઇ વિરાણી ક્ધયા વિદ્યાલય તેમજ કણસાગરા મહિલા કોલેજના શિક્ષણની સુવાસ ભળી પરિણામે એક સ્વતંત્ર, નિર્ભય,નીડર અને અન્યને મદદરૂૂપ થવા તત્પર એવા વ્યક્તિત્વનું ઘડતર થયું.અભ્યાસ દરમિયાન એક્ટિંગ,ડાન્સિંગ તથા વાંચવાનો શોખ વિકસ્યો સાથે સાથે ફેશન ડિઝાઇનિંગ અને એન્જિનિયરિંગ પણ કર્યું. ત્રણ વર્ષ એર હોસ્ટેસની તાલીમ પણ દીધી પરંતુ નિયતિએ કંઇક અલગ જ લેખ લખ્યા હતા.પોતે સરકારી નોકરી કરે તેવી પિતાજીની ઈચ્છાના કારણે શીતલબેન ગુજરાત પોલીસમાં જોડાયા. પોલીસની ફરજ પાછળ એક કલાકારનું હૃદય પણ ધબકતું હતું અને એટલે જ જ્યારે રણભૂમિની વાર્તા લઈને નિલેશભાઈ ચોવટિયા આવ્યા ત્યારે તરત જ આ ભૂમિકા માટે તૈયારી બતાવી. પોલીસની નોકરી સાથે સાથે શૂટિંગ માટે સમય કાઢવો કઠિન હતો પરંતુ પોલીસ અધિકારીઓ તથા પોલીસ કમિશનરના સહયોગથી તેઓ બંને મોરચે અવ્વલ રહ્યા.પ્રથમ ફિલ્મ હોવા છતાં તેમના અભિનયની ચોમેર પ્રશંસા થઈ છે.ફિલ્મ નિર્માણ સમયે પણ સમગ્ર ટીમ દ્વારા આપેલ સહયોગને તેઓ ક્યારે નહીં ભૂલે.

ફિલ્મ વિશે વાત કરતા તેઓએ જણાવ્યું કે, ‘ફિલ્મમાં આપણી સંસ્કૃતિ,ભાષા,પહેરવેશ, રહેણી-કહેણી વગેરેને આવરી લેવાયા છે આ ઉપરાંત બાળકીને દૂધ પીતી કરવાની વાતથી લઈને મહિલા સરપંચ બને છે એ બંને સમયના ટુકડા ઉપરાંત ટુરિઝમના વિષયને પણ સુંદર રીતે રજૂ કર્યો છે. ફિલ્મમાં એક ગરબાનું શૂટિંગ કરવામાં આવ્યું હતું જેની કોરિયોગ્રાફી માધુરી દીક્ષિત સાથે કામ કરનાર માધવ કિશને કરી હતી જે મારા જીવનની યાદગાર ક્ષણ છે. એક દીકરી ભણવા માટે બહાર જાય છે છતાં શિક્ષણ અને કેળવણી મેળવીને પોતાના ગામ પાછી ફરી તેનો વિકાસ કરે છે એ વાત અત્યારના યુવાનોને પ્રેરણા આપે છે. શાળા-કોલેજોમાં જઈને પણ આ ફિલ્મનો પ્રચાર કરવામાં આવ્યો છે.’

એક સમયે એર હોસ્ટેસની જોબ માટે ભારત બહાર જવાની મનાઈ ફરમાવનાર માતા-પિતા પ્રથમ શોમાં ફિલ્મ જોઈને ઘરે પહોંચ્યા ત્યારે દીકરીની પીઠ થાબડી હતી અને માતાની આંખમાંથી અશ્રુની ધાર હતી ત્યારે પોતાની જાતને મજબૂત માનનાર દીકરીની આંખમાંથી પણ આંસુ વહી ગયા હતા. પોલીસમાં પોતાની ફરજ અને અભિનય બંનેને પૂરતો ન્યાય આપનાર શીતલ પટેલ પોતાના ભવિષ્ય માટે જણાવે છે કે ખાખી મારો પ્રિય કલર છે એટલે સારી અને સંદેશ આપતી ફિલ્મો જરૂર કરીશ પરંતુ ગુજરાત પોલીસની મારી ફરજ છે તેમાં ક્યાંય ઉણપ નહિ આવવા દઉં.

પીડાને પાર છે સુંદર ભવિષ્ય
મહિલાઓને સંદેશ આપતા તેઓએ જણાવ્યું કે, ‘કોઈપણ શરૂૂઆત હંમેશા કઠિન હોય છે પરંતુ એ સંઘર્ષને પાર કરશો તો તેનું પરિણામ ખૂબ જ સુંદર હશે.’ દરેક મહિલાને પારિવારિક કે પ્રોફેશનલ સંઘર્ષ હોય જ છે. દુ:ખ આવે ત્યારે ઘણા હિંમત હારી જાય છે,પીડા સ્વીકારી લે છે પરંતુ એ પીડાને પાર જ તમારું સુંદર ભવિષ્ય હોય છે.

સોશિયલ મીડિયાથી સાવધાન
ફિલ્મ રિલીઝ થઈ ત્યાં સુધી સોશિયલ મીડિયાથી દૂર રહેનાર શીતલ પટેલે સોશિયલ મીડિયામાં રત રહેનાર યુવા દોસ્તોને સંદેશ આપતા જણાવ્યું કે, સોશિયલ મીડિયામાં અજાણ્યા લોકોને મિત્ર ન બનાવો,તેની સાથે વાતચીત ન કરો. ફેક એકાઉન્ટમાં લલચાઈને તમારી અંગત બાબત શેર ન કરો. સોશિયલ મીડિયાનો ઉપયોગ નવું શીખવા તથા પોતાના કામનો વિકાસ કરવા માટે કરો. આજે સાયબર ફ્રોડના અગણિત કિસ્સાઓ બને છે તેનાથી સાવચેત રહો.

શસ્ત્ર અને શાસ્ત્રને જાણો
વર્તમાન સમયની વાસ્તવિકતાથી વાકેફ કરતા તેઓએ દીકરીઓને સંદેશ આપતા જણાવ્યું કે, ‘આપણી રક્ષા આપણે જ કરવાની છે નવરાત્રીના દિવસો આવે છે ત્યારે મા દુર્ગા પાસે શક્તિ માગો, નિર્ભય બનો, નીડર રહો, તેજસ્વી વ્યક્તિ બનો. જેમ ગરબા,દાંડિયા શીખો છો તેમ શસ્ત્ર પણ શીખો અને શાસ્ત્ર પણ શીખો.’

WRITTEN BY: BHAVNA DOSHI

Tags :
gujaratgujarat newsUDAN
Advertisement
Next Article
Advertisement