ગુજરાતમાં બાંધકામમાં મહિલાઓની ભાગીદારી 80 ટકા ઘટી
કોન્ટ્રાકટરો લાંબા અંતરના પુરૂષ સ્થળાંતરોની વધુ ભરતી કરે છે, જેથી ભીલ આદિવાસી અને મહિલા કામદારો હાંસિયામાં ધકેલાયા છે
આજીવિકા બ્યુરો અને વર્ક ફ્રી એન્ડ ફેર દ્વારા હાથ ધરવામાં આવેલા બિલ્ડિંગ ફ્યુચર્સ: વુમન વર્કર્સ એટ ધ માર્જિન્સ ઓફ ક્ધસ્ટ્રક્શન ઓટોમેશન અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે કે કોન્ટ્રાક્ટરો લાંબા અંતરના પુરુષ સ્થળાંતર કરનારાઓની ભરતી કરી રહ્યા છે, જે ભીલ આદિવાસી અને મહિલા કામદારોને હાંસિયામાં ધકેલી રહ્યા છે જેમણે ઐતિહાસિક રીતે અમદાવાદના બાંધકામ ઉદ્યોગને ટકાવી રાખ્યો છે.
ડિસેમ્બર 2023 અને ફેબ્રુઆરી 2025 વચ્ચે હાથ ધરવામાં આવેલા આ અભ્યાસમાં સ્થળાંતરિત મહિલા કામદારો, કોન્ટ્રાક્ટરો, એન્જિનિયરો, સલામતી અધિકારીઓ અને સુપરવાઇઝર સાથે વાતચીત કરીને તેના તારણો કાઢવામાં આવ્યા છે. આ સંશોધન ત્રણ હાઇ-રાઇઝ પ્રોજેક્ટ્સ, એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ, બે ઓટોક્લેવ્ડ એરેટેડ કોંક્રિટ (AAC ) બ્લોક ફેક્ટરીઓ, એક પ્રિકાસ્ટ ફેક્ટરી અને એક પ્રિકાસ્ટ યાર્ડ પર હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં સાઇટ પર અને સાઇટ બહાર બાંધકામ પ્રક્રિયાઓને આવરી લેવામાં આવી હતી.
અમદાવાદના બાંધકામ ઉદ્યોગમાં ઓટોમેશન 2010 ની આસપાસ શરૂૂ થયું હતું. હાઇ-રાઇઝ, મૂડી-સઘન પ્રોજેક્ટ્સ ઉત્તર અને ઉત્તર-પૂર્વ રાજ્યોના લાંબા અંતરના પુરુષ સ્થળાંતરકારો પર વધુને વધુ આધાર રાખી રહ્યા છે, જે ભીલ આદિવાસીઓને હાંસિયામાં ધકેલી રહ્યા છે જેમણે ઐતિહાસિક રીતે ઉદ્યોગને ટકાવી રાખ્યો છે મંગળવારે અમદાવાદમાં વર્ક ફેર એન્ડ ફ્રીના એસોસિયેટ ડિરેક્ટર, સંશોધન લેખક ગીતા થાત્રાએ જણાવ્યું હતું.
નવીન માળખા, પ્રિકાસ્ટિંગ અને સાઇટ બહાર બાંધકામ જેવા તકનીકી ફેરફારો શ્રમ-સઘન પ્રક્રિયાઓ ઘટાડે છે. અમારા અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું છે કે બાંધકામ ઉદ્યોગમાં મહિલા કામદારોનું કૌશલ્ય નહિવત છે જેથી તેઓ બદલાતા સંજોગોમાં પદો પર સમાવિષ્ટ થઈ શકે આજીવિકા બ્યુરોના એક્ઝિક્યુટિવ સલોની મુન્દ્રાએ જણાવ્યું હતું, જેમણે સંશોધનના સહ-લેખક હતા.
અભ્યાસમાં એ પણ બહાર આવ્યું છે કે ફોર્મવર્ક - એલ્યુમિનિયમ અને સ્ટીલ કમ્પોઝિટ સ્ટ્રક્ચર્સ - માં નવીનતાએ સ્થળ પર કામ કરતા કામદારોમાં 40 થી 50% ઘટાડો કર્યો છે, અને પ્રીકાસ્ટ ટેકનોલોજી અપનાવવાથી ચણતર અને પ્લાસ્ટરિંગમાં મદદગાર તરીકે મહિલાઓની પરંપરાગત ભૂમિકાઓમાં ભારે ઘટાડો થયો છે.
ભારતના બાંધકામ ક્ષેત્રમાં 68 મિલિયનથી વધુ કામદારો રોજગારી આપે છે, જેમાં 7.6 મિલિયન મહિલાઓનો સમાવેશ થાય છે અને GDPમાં લગભગ 9% ફાળો આપે છે.