કો.સાંગાણીના રાજગઢ ગામે ગૌચરની જમીન ખુલ્લી કરાવવા મહિલાનું ઉપવાસ આંદોલન
છ દિવસથી ઉપવાસ શરૂ : અધિકારીએ ઉપવાસ છાવણીની મુલાકાત લઇ કાર્યવાહી કરવાનું આશ્ર્વાસન આપ્યું
કોટડાસાંગાણી તાલુકાના રાજગઢ ગામે ગૌચર જમીન ખુલ્લી કરવામાં આવે તેવી દુધી બેનવાધેલા ની માગણી સાથે ઉપવાસ આંદોલન શરૂૂ કરેલ છ દિવસથી પુરા થયેલ કોટડાસાંગાણી તાલુકાના રાજગઢ ગામે ગૌચર જમીન ઉપર બુલડોજ ફેરવવામાં આવેલ જેમાં રાજગઢ ગામના દુધ બેન વાધેલાની ગૌચર જમીન ઉપર દબાણ ખુલ્લું કરાવામાં આવેલ હતું અને દુધી બેન વાધેલાની લેખિતમાં કલેકટરને રજુઆત કરીને જણાવ્યું કે અમારી જમીન ઉપર દબાણ દૂર કરવામાં આવેલ છે પણ હજીયે ગૌચર જમીન ઉપર ધણાં લોકોયે દબાણ કરેલ છે અને દબાણ ખુલ્લું કરાવામાં આવે તેવી દુધી બેન વાધેલાની લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
જે લોકો ગૌચર જમીન ઉપર દબાણ કરેલ છે તેનું ખુલ્લુ કરાવવામાં આવે તેવી માંગણી સાથે દુધીબેન વાઘેલા રાજગઢ ગ્રામ પંચાયત કચેરીમાં અપવાસ ઉપર ઉતરેલ જેમાં છ દિવસ ઉપવાસ ના થયા છે અને જ્યાં સુધી દૂધી બેન ની વાઘેલાની માંગણી સંતોષકારક પૂરી નહીં થાય ત્યાં સુધી ઉપવાસ ચાલુ રહેશે અને રાજગઢ ગામે ગૌચર જમીન ઘણી બધી મોટી દબાણ કરવામાં આવી છે તે જમીન ખુલી કરવામાં આવે તેવી દુધીબેન વાઘેલાની માંગણી કરવામાં આવી રહી છે અને આ ઉપવાસની છાવણીમાં અધિકારીઓ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી જે મુલાકાતમાં દુધીબેન ને આશ્વાસન આપવામાં આવી રહ્યું છે તેવું લાગી રહ્યું છે.
દુધીબેન વધુમાં એ જણાવેલ કે ઘણા બધા લોકો ગૌચર જમીનનો દબાણ કરેલ છે અને અમે નાના એવા સમાજમાંથી આવી છે જેથી કરીને અમારી પાસે ઘરનું ગુજરાન ચલાવી શકી છી જેમાં અમારી જમીન ઉપર કપાસનું વાવેતર કરેલ હતું અને 50 હજારનું નુકસાન અમોને થયેલ છે અને અમારી પાસે ગૌચર જમીન હતી તે પણ અમે ખુલી કરેલ છે અને અમારી ઉપર જે જમીન નું દબાણ દૂર કરેલ છે તે અમને સંતોષ છે પણ જે લોકોએ ગૌચર જમીનનુ દબાણ કરેલ છે તે ખુલ્લુ કરવામાં આવે તેવી માંગણી સાથે રાજગઢ ગ્રામ પંચાયત કચેરીમાં ઉપવાસ ઉપર બેસીને માંગણી કરવામાં આવી રહી છે દુધી બેન વાધેલાની લેખિતમાં રજૂઆત કરી છે.