વાંકાનેરમાં રોડ રસ્તા અને પીવાના પાણીની સમસ્યાઓ અંગે મહિલાઓનું વિરોધ પ્રદર્શન
ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયા; કોંગ્રેસ પાલિકા સદસ્યોને પોલીસ દ્વારા ડિટેઇન કરાયા
વાંકાનેર ખાતે તા.17/07/2025 ગુરૂૂવારના રોજ શહેરી વિસ્તારના મહિલાઓ દ્વારા દાણાપીઠ ચોકમાં વાંકાનેર નગરપાલિકાના ખડે ગયેલા વહીવટ વિરૂૂદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં થોડી વાર માટે ટ્રાફિક જામ પણ થયુ હતું. આ વિરોધ પ્રદર્શનમાં નગરપાલિકામાં કોંગ્રેસના સદસ્યો મહંમદભાઈ રાઠોડ, એકતાબેન ઝાલા, અશરફભાઈ ચૌહાણ, કુલસુમબેન તરિયા સહિત કોંગ્રેસ અગ્રણીઓ રાજુભાઈ પ્રજાપતિ અને રજાકભાઈ તરિયા પણ જોડાયા હતા. વાંકાનેર દાણાપીઠ ચોકમાં મહિલાઓ દ્વારા શહેરના ભંગાર રોડ રસ્તા, ફિલ્ટર વગરનું દૂષિત પાણી, ઉભરાતી ભૂગર્ભગટરો, ગટરોના તૂટેલા ઢાંકણા, દાણાપીઠ ચોક થી કોલેજ અને હાઇવે થઈ દાણાપીઠ ચૌક રોડ, મિલપ્લોટ વીશીપરા રોડ, ગંદકી સહિતની સૈમસ્યાઓ બાબતે સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ સમયે નગરપાલિકાના કોંગ્રેસના સદસ્યો અને શહેર કોંગ્રેસ અગ્રણીઓને પોલીસ દ્વારા ડિટેઈન કરવામાં આવ્યા હતા. પોલીસ સ્ટેશન ખાતે પુર્વ ધારાસભ્ય મહંમદ જાવેદ પીરઝાદા સહિતના કોંગ્રેસ અગ્રણીઓએ વાંકાનેર મામલતદાર સમક્ષ ઉપરોક્ત સમસ્યાઓ બાબતે ઉગ્ર રજૂઆત કરી હતી.