મ્યુચ્યુઅલ ફંડ ઈન્ડસ્ટ્રીઝમાં મહિલા મેનેજરોનું પ્રભુત્વ
મહિલા ફંડ મેનેજરો હસ્તક 13.45 લાખ કરોડનું ફંડ, અગાઉના વર્ષની તુલનાએ 102 ટકાનો વધારો
ફંડ ઈન્ડસ્ટ્રીનો 20 ટકા હિસ્સો 49 મહિલાઓના હાથમાં, પાંચ મહિલાઓના હાથમાં જ 6.13 લાખનું ફંડ
મિત્રો, આજે વાત કરવી છે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં પ્રતિષ્ઠિત મહિલા ફંડ મેનેજર વિષે, ભારતનું મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ છેલ્લા કેટલાક વર્ષોમાં તેજીથી વિકાસ પામતો રહ્યો છે અને જેમાં મહિલાઓની ભાગીદારીમાં સતત વધારો થયો છે. જો કે હજી પણ મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં કુલ ભાગમાં મહિલાઓનું પ્રમાણ ઓછું છે પરંતુ આ સ્થિતિમાં થયેલી પ્રગતિને જોવામાં તે તેજી અને સંભાવના બંને દર્શાવે છે.
જે મહિલા ફંડ મેનેજર ખાસ કરીને ETFs (એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ) અને FoF (ફંડ ઓફ ફંડ્સ) સ્કીમ્સ પર કામ કરે છે અને ફંડ મેનેજમેન્ટ અને ડીલિંગ ક્ષેત્રમાં વધુ પડતા વર્ષોનો અનુભવ મેળવી લીધો છે જેમાં તેમની કુશળતાનું પ્રદર્શન અને માર્કેટના વ્યાપક જ્ઞાનનો પણ સમાવેશ થાય છે ઉપરાંત કારકિર્દી દરમિયાન વિવિધ માર્કેટ ચેલેન્જોનું સામનો કરીને ફંડોના પોર્ટફોલિયો મેનેજમેન્ટ અને રોકાણ સલાહમાં ઊંડા જ્ઞાનને તેઓએ વિકસિત કર્યું છે ઉપરાંત તેમની કાર્યશૈલીમાં રિસ્ક મેનેજમેન્ટ, માર્કેટ ટ્રેન્ડ્સનું વિશ્ર્લેષણ અને રોકાણ તરફી લીધેલા વ્યૂહાત્મક મહત્વપૂર્ણ નિર્ણયો અને લક્ષ્યાંકોમાં ગ્રાહકોના રોકાણને સુરક્ષિત અને વધુ ફાયદાકારક બનાવવા માટે નવીનતમ ફંડ્સ અને રોકાણ તકનીકો અપનાવી તેઓને તેમના ક્ષેત્રમાં એક પ્રતિષ્ઠિત અને વિશ્વસનીય વ્યાવસાયિક તરીકે પણ માનવામાં આવે છે.
અને તેમની ટીમ સાથે મળીને તેઓ રોકાણકારોને શ્રેષ્ઠ પરિણામો મેળવવામાં સફળ થયા છે તેવા ભારતના મ્યુચ્યુઅલફંડ ઉદ્યોગમાં મહિલાઓ વિષે વાત કરીએ તો... હાલમાં ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં મહિલાઓના ફંડ મેનેજર્સની સંખ્યા અને તેમની સંપત્તિનું સંચાલન (અઞખ) નોંધપાત્ર રીતે વધી રહ્યું છે. વર્ષ 2025ના અંત સુધીમાં, મહિલાઓ દ્વારા સંચાલિત અઞખ રૂા.13.45 લાખ કરોડ સુધી પહોંચી જવાની ક્ષમતાં ધરાવે છે જે અગાઉના વર્ષની તુલનામાં 102%નો વધારો દર્શાવે છે.સંચાલિત સંપત્તિ અને ભાગીદારીમાં વધારો જાન્યુઆરી 2025 સુધીમાં મહિલા ફંડ મેનેજરો દ્વારા સંચાલિત અથવા સહ-સંચાલિત કુલ સંપત્તિ અંદાજીત 13.45 લાખ કરોડ રૂૂપિયા છે, જે કુલ ઇન્ડસ્ટ્રીઝના લગભગ 20% જેટલી છે. આ એસેટસ 2024ના અંતિમ દિવસોની સરખામણીમાં આશરે બમણું થયું છે અને તે ઇન્ડસ્ટ્રીઝના કુલ મૂલ્યમાં મોટો વધારો દર્શાવે છે. મહિલા ફંડ મેનેજરોની સંખ્યા પણ ધીમે ધીમે વધી રહી છે. વર્ષ 2024ના અંત સુધીમાં ભારતમાં અંદાજીત 49 મહિલા મેનેજરો હતા, જે એક વર્ષ પહેલા 42 હતા. આ સાથે, મહિલાઓના હિસ્સેદારીનું પ્રમાણ 8.88% થી વધીને 10.17% થયું છે.
પોતાની આગવી ઓળખ ધરાવતા ફંડ હાઉસોમાં, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ, એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ અને નિપ્પોન ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડ સૌથી આગળ છે. ઉદાહરણ તરીકે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ માં અંદાજીત 7 મહિલા મેનેજરો 66 સ્કીમ સાથે અંદાજીત રૂા. 2.27 લાખ કરોડની સંપત્તિનું સંચાલન કરે છે જયારે એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડમાં, અંદાજીત 5 મહિલા મેનેજરો 14 સ્કીમ સાથે રૂૂ. 1.88 લાખ કરોડ સંચાલિત કરે છે તેમજ નિપ્પોન ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડમાં 2 મહિલા મેનેજરો દ્વારા રૂા. 1.53 લાખ કરોડનું સંચાલન થાય છે.
ટોચની મહિલા મેનેજરો અને પ્રભાવ આ ક્ષેત્રમાં કેટલીક જાણીતી મહિલાઓનું નામ ખાસ કરીને પ્રકાશમાં આવે છે. એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડના માનસી સજેજા અંદાજીત રૂા.1.41 લાખ કરોડ સાથે ભારતની ટોચની મહિલા ફંડ મેનેજર છે, જ્યારે નિપ્પોન ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડના કિંજલ દેસાઈ અંદાજીત રૂા.1.37 લાખ કરોડના સંચાલન સાથે આગળ છે. આ ઉપરાંત એક્સિસ મ્યુચ્યુઅલ ફંડના શ્રી કૃષ્ણા એન અંદાજીત રૂૂ.1.35 લાખ કરોડ, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડના શ્રી અશ્વિની શિંદે અંદાજીત રૂા.1.02 લાખ કરોડ અને મિરેએસેટ ઇન્ડિયામેનેજમેન્ટની શ્રી એકતા ગાલા પણ અંદાજીત રૂૂ.1.11 લાખ કરોડ સાથે આ ટોચની 5 મહિલાઓ ફંડ મેનેજર્સ કુલ અઞખના અંદાજીત 46% સાથે, રૂા.6.13 લાખ કરોડ સંચાલિત કરે છે.
ટોપ થ્રી મહિલા ફંડ મેનેજરો
સ્કીમ્સ સંચાલનના દ્રષ્ટિકોણથી જોઈએ તો ફંડ સંખ્યાના આધારે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડના અશ્વિની શિંદે અંદાજીત 47 સ્કીમ્સ, મિરેએસેટ ઇન્ડિયામ્યુચ્યુઅલ ફંડના એકતા ગાલા અંદાજીત 30 સ્કીમ્સ અને નિપ્પોન ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડના કિંજલ દેસાઈ 24 સ્કીમ્સ દ્વારા મહિલા મેનેજર્સ ટોચ પર કાર્યરત છે. આ માહિતી દર્શાવે છે કે ભારતીય ફંડ મેનેજમેન્ટ ક્ષેત્રમાં મહિલાઓની ભૂમિકા મહત્વપૂર્ણ બની રહી છે અને તેઓ આ ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છે. આગામી દિવસોમાં જ્યારે વધુ મહિલાઓ મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગક્ષેત્રમાં ફંડ મેનેજર તરીકે પ્રવેશ કરશે અને પ્રભાવશાળી ભૂમિકા ભજવશે ત્યારે ભારતના મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ વધુ સમતોલ અને વૈવિધ્યસભર બનશે અને છેલ્લા વર્ષોમાં થયેલ પ્રગતિ અને સંખ્યામાં થયેલ વધારો એ ભારતીય અર્થતંત્ર માટે આશાવાદી સંકેત છે. તેમ છતાં હજુ પણ ઘણા પડકારો દૂર કરવા બાકી છે યાત્રા લાંબી છે, પરંતુ મહિલા પ્રભુત્વ અને તેમના યોગદાનમાં વધારો સ્વાભાવિક અને આવશ્યક છે જે ઉદ્યોગને વધુ સમતોલ અને વૈવિધ્યપૂર્ણ બનાવશે.