નવા મંત્રી મંડળમાં મહિલા સશક્તિકરણ: 3 ધારાસભ્યોને મંત્રીપદ
વડોદરાના મનીષા વકીલ, જામનગરના રીવાબા જાડેજા અને અમદાવાદના દર્શના વાઘેલાને મંત્રી મંડળમાં સ્થાન
ગુજરાત રાજયના નવા મંત્રી મંડળમા યુવા અને મહીલાને સમાવેશ કરવાની ચર્ચાએ છેલ્લા ઘણા સમયથી થઇ રહી હતી. ત્યારે આજે જાહેર થયેલા મંત્રી મંડળમા મહિલા સશકિતકરણ જોવા મળ્યુ છે. 3 મહીલા ધારાસભ્યને મંત્રી મંડળમા સ્થાન આપવામા આવ્યુ છે. આ ત્રણેય મહીલા નેતાઓ રાજયના વિવિધ પ્રદેશોનુ પ્રતિ નિધીત્વ કરે છે. જે પ્રાદેશીક સંતુલન જાળવવામા અને વિવિધ સમાજની મહીલાઓના મુદાઓને સરકાર સુધી પહોંચાડવામા મદદરુપ થશે.
મંત્રી મંડળમા સ્થાન પામેલા મહીલા ધારાસભ્ય રીવાબા જાડેજા યુવા નેતા અને સામાજીક કાર્યકર છે. જામનગરની ઉતર બેઠકનાં તેઓ ધારાસભ્ય છે તેમજ તેમનાં પતિ ભારતીય ક્રિકેટના જાણીતા રવિન્દ્ર જાડેજા છે. તેમજ તેઓ કરણી સેનાની મહીલા વિંગના વડા પણ બન્યા હતા. આ ઉપરાંત તેઓનુ સામાજીક યોગદાન પણ ઘણુ બધુ રહેલુ છે. તેમજ વડોદરાનાં અનુભવી મહીલા નેતા મનીષાબેન વકીલનો પણ મંત્રી મંડળમા સમાવેશ કરવામા આવ્યો છે.
તેઓ શિક્ષણ અને રાજકીય અનુભવનુ સમીશ્રણ છે. તેઓ મહીલા અને બાળ કલ્યાણ વિભાગનાં મંત્રી પર રહી ચુકયા છે. રાજકારણમા પ્રવેશતા પહેલા તેઓ શિક્ષિકા પણ રહી ચુકયા છે . તથા અમદાવાદ જીલ્લામાથી આવતા દર્શનાબેન વાઘેલા પણ અનુભવી નેતા છે તેઓ અમદાવાદનાં પુર્વ ડે. મેયર તરીકે સેવા આપી ચુકયા છે. તેઓએ અમદાવાદ મહાનગર પાલિકામા પણ મહત્વની ભુમીકા ભજવી હતી.
મંત્રી મંડળમા 3 મહીલાના સમાવેશથી ગુજરાતની મહીલાઓને રાજકીય અને સામાજીક ક્ષેત્રે આગળ વધવાનો એક સંદેશ મળ્યો છે. સાથે સરકારે મહીલા મતદારોને રીઝવવા માટે પણ આ દાવ ખેલ્યો હોવાનુ જાણવા મળી રહયુ છે.