For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વાંકાનેરના ગુલાબનગરમાં નળ કનેક્શન કાપતા મહિલાઓનો બેડાં સાથે હલ્લાબોલ

11:44 AM May 01, 2025 IST | Bhumika
વાંકાનેરના ગુલાબનગરમાં નળ કનેક્શન કાપતા મહિલાઓનો બેડાં સાથે હલ્લાબોલ

Advertisement

વાંકાનેર શહેર નજીક રાજાવડલા રોડ પર આવેલ ગુલાબનગર વિસ્તારમાં નગરપાલિકા દ્વારા અચાનક જ ભર ઉનાળે પાણી કનેક્શન કાપી નાખતા નાગરિકો છેલ્લા પંદર દિવસથી વિહોણા હેરાનપરેશાન થઈ રહ્યા છે. જેના સામે જવાબદાર તંત્રને અનેક લેખિત તથા મૌખિક રજૂઆતો કરવા છતાં પણ પાણીની કોઈ વ્યવસ્થા કરવામાં ન આવતા આખરે આજે સ્થાનિક મહિલાઓ પાણીની બેડા સાથે પ્રાંત કચેરીમાં ધસી આવી ‘ પાણી આપો...પાણી આપો...પાણી આપો... ની પુકાર લગાવી હતી.

બાબતે ગુલાબનગરની મહિલાઓ નાના નાના બાળકો અને ખાલી બેડાઓ સાથે પ્રાંત કચેરીમાં પહોંચી અને બેજાન તંત્ર સામે પણીની માંગ કરી હતી. આ તકે મહિલાઓએ નિંભર તંત્ર સામે તાત્કાલિક પાણીની માંગ કરી હતી અને સાથે જો તંત્ર દ્વારા હજુ પણ કોઇ વ્યવસ્થા કરવામાં નહીં આવે તો મહિલાઓ કચેરી ખાતે ભુખ હડતાલ પર ઉતરવાની ચિમકી ઉચ્ચારી હતી.

Advertisement

આ તકે વાંકાનેર પ્રાંત અધિકારી દ્વારા રજુઆત કરવા પહોંચેલ મહિલાઓ, વાંકાનેરના પુર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા, શકીલ પીરઝાદા, જાકીરભાઈ બ્લોચ, મહંમદભાઈ રાઠોડ, અસરફભાઈ ચૌહાણ સહિતના અગ્રણીઓને સાંજ સુધીમાં આ વિસ્તારમાં પાણી મળી જવાની મૌખિક ખાત્રી આપતા મહિલાઓનો રોષ શાંત પડ્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement