સ્કૂટર સ્લીપ થતાં ડિવાઈડર સાથે અથડાઈ મહિલાનું માથું ફાટી ગયું
12:11 PM Mar 10, 2025 IST | Bhumika
ભાવનગરના ચિત્રા વિસ્તારમાં એકટીવા સ્કૂટર પર જતી મહિલાનું રોડ ઉપર સ્કૂટર સ્લીપ થઈ જતા માથું ડિવાઇડર સાથે અથડાતા ગંભીર ઈજા થતાં કરુણ મોત નિપજ્યું હતું.
Advertisement
અકસ્માતની પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના નિર્મળ નગર કષ્ટભંજન શેરી પ્લોટ નંબર 105 માં રહેતા દક્ષાબેન ભુપેન્દ્રભાઈ પટેલ (ઊં.વ.40) શહેરના ચિત્રા માર્કેટિંગયાર્ડ નજીક એક્ટિવા લઈ શાકભાજી લેવા જઈ રહ્યા હતા ત્યારે અચાનક સ્કૂટર સ્લીપ થઈ જતા માથું ડિવાઇડર સાથે અથડાતા ગંભીર ઈજા પહોંચતા લોહીયાર હાલતે 108 ઈમરજન્સીમાં સર. ટી .હોસ્પિટલ ખસેડાયેલ જ્યાં સારવાર દરમિયાન તેણીનું મોત નિપજ્યું હતું. આ અકસ્માત અંગે ડી ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
Advertisement
Advertisement