ભાવનગરમાં ટ્રકે અડફેટે લેતાં સ્કૂટર સવાર મહિલાનું પતિની નજર સામે મોત
ભાવનગરના ચિત્રા માર્કેટિંગ યાર્ડ સામે આજે સવારે ટ્રક ચાલકે એક્ટિવા સ્કૂટર સવાર દંપતીને અડફેટે લેતાં સ્કુત્રમાં પાછળના ભાગે બેઠેલા મહિલાનું ટ્રકના વ્હીલ હેઠળ આવી જતા ગંભીર ઇજા થવાથી મોત નિપજ્યું હતું,જ્યારે મૃતક મહિલાના પતિને પણ ઇજા થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગત મુજબ ભાવનગરના ચિત્રા માર્કેટિંગ યાર્ડ નજીક આજે ટ્રક નં.જી જે.10 એકસ 8946 ના ચાલકે પોતાનો ટ્રક બેફિકરાઈ અને ગફલતભરી રીતે ચલાવી એકટીવા સ્કૂટરને અડફેટે લેતા સ્કૂટર પર જઈ રહેલ દંપતીને ફંગોલ્યું હતું.આ ઘટનામાં સ્કૂટરના પાછળના ભાગે બેઠેલા મહિલા પ્રફુલાબહેન ધર્મેન્દ્રભાઈ મોજિદ્રા ( ઉ. વ.54 ) નીચે પડી ગયા બાદ ટ્રકના વ્હીલ હેઠળ આવી જતા તેમનું પતિની નજર સામેજ બનાવ સ્થળે મોત નિપજ્યું હતું,જ્યારે મૃતક મહિલાના પતિ ધર્મેન્દ્રભાઈ ભીમજીભાઈ મોજીદ્રાને ઇજા થતાં તેમને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફત સર ટી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.આ બનાવની જાણ થતાં બોરતળાવ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી.ઉલ્લેખનીય છે કે,ગઈ કાલે બપોરે આ જ સ્થળે લોડીંગ વાહન અડફેટે એક મહિલાને પણ ગંભીર ઇજા પહોંચી હતી.