કાલાવડના ધુડસિયા ગામમાં દિવાલ ધસી પડતા મહિલાનો ભોગ લેવાયો
11:45 AM Apr 05, 2025 IST
|
Bhumika
Advertisement
Advertisement
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકા ના ધુડસીયા ગામમાં રહેતી પુષ્પાબેન રમેશભાઈ ભંડેરી નામની 45 વર્ષની પટેલ મહિલા, કે જે ગઈકાલે પોતાના મકાનની પાછળ આવેલા ગાયને બાંધવાના વાડામાં કામ કરી રહી હતી, જે દરમિયાન કાચા બેલાની દીવાલની વંડીનો હિસ્સો પુષ્પાબેન પર ધસી પડ્યો હતો, અને તેણી દિવાલની કાટમાળ નીચે દબાઈ ગઈ હતી.
જેમાં તેણીને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, ત્યાં તેણીનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગેવમૃતક ના પતિ રમેશભાઈ ગાંડુભાઇ ભંડેરી એ પોલીસને જાણ કરતાં પંચકોશી એ. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી. એ. રાઠોડ બનાવના સ્થળે તેમજ હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને પુષ્પાબેનના મૃતદેહ નો કબજો સંભાળી સમગ્ર બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.