For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધ્રોલ PGVCLના આસિ. સેક્રેટરી સામે મહિલાની દુષ્કર્મની ફરિયાદ

01:19 PM Dec 03, 2024 IST | Bhumika
ધ્રોલ pgvclના આસિ  સેક્રેટરી સામે મહિલાની દુષ્કર્મની ફરિયાદ
Advertisement

ધ્રોલ પીજીવીસીએલની કચેરીના તત્કાલીન આસી. સેક્રેટરી સામે જામનગરની એક મહિલાએ પોતાના કોન્ટ્રાક્ટર પતિના બિલના બાકી રોકાતા નાણા મંજૂર કરાવવા બાબતે પોતાનો દૂરઉપયોગ કરીને હોટલમાં બોલાવી વારંવાર દુષ્કર્મ ગુજાર્યા ની ફરિયાદ ધ્રોળ પોલીસ મથકમાં નોંધાવાતાં ભારે ચકચાર જાગી છે. સમગ્ર મામલામાં ધ્રોલ પોલીસ દ્વારા તપાસ શરૂૂ કરાઇ છે અને જે વીજ અધિકારી હાલ રાજકોટ ફરજ બજાવે છે.

ફરીયાદી મહિલા, કે જેના પતિ પીજીવીસીએલમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે, અને ધ્રોલમાં તેના દ્વારા 2021 પહેલાંના સમયગાળા દરમિયાન કરવામાં આવેલા કામના બિલના નાણા બાકી રોકાતા હતા, જે બિલ મંજુર કરાવવા બાબતે પી.જી.વી.સી.એલ. ધ્રોળ ની કચેરી ના આસી. સેક્રેટરી હીતેન્દ્રસિંહ રાણાએ પોતાનો દુરુપયોગ કર્યો હોવાનું જણાવ્યું હતું.

Advertisement

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં એક કેસ સંદર્ભે કોન્ટ્રાક્ટર ને જેલવાસ ભોગવવાનો વારો આવ્યો હતો, જે સમયગાળા દરમિયાન આસી. સેક્રેટરી હીતેન્દ્રસિંહ રાણા ફરિયાદી મહિલાના સંપર્કમાં આવ્યા હતા, અને પોતાના પતિના બાકી રોકાતા બિલ ના નાણાં મંજૂર કરાવવા માટે બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા, અને જામનગર થી ધ્રોલ વાહનમાં અપડાઉન કરતી વખતે જે તે વખતે તેની સાથે સૌ પ્રથમ શારીરિક અડપલા કર્યા હતા, ત્યારબાદ ધ્રોલના એક ગેસ્ટ હાઉસમાં ગત જુલાઈ 2021 માં બોલાવ્યા પછી તેણીની સાથે દુસકર્મ ગુજાર્યું હતું. ત્યારબાદ બિલ ના નાણાં મંજૂર કરાવવા માટે એકથી વધુ વખત જુદા જુદા સમયે ગેસ્ટ હાઉસમાં બોલાવી છેલ્લા દિવાળી 2024 સુધીના સમયગાળા દરમિયાન 5 થી 6 વખત દુષ્કર્મ આચર્યું હતું.

ત્યારબાદ હીતેન્દ્રસિંહ રાણા ને પ્રમોશન મળી જતાં તેની રાજકોટ બદલી થઈ છે, અને હાલ રાજકોટમાં કોર્પોરેટ ઓફિસમાં આઇઆરઑ તરીકે ફરજ બજાવે છે. જેની સામે આજે ધ્રોળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવ્યા બાદ ધ્રોળ પોલીસની ટીમે તપાસ નો દોર હાથમાં લીધો છે, અને ભોગ બનનાર મહિલાની તબીબી ચકાસણી કરાવ્યા બાદ ફરિયાદ મુજબના પુરાવાઓ એકત્ર કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે તપાસનો દોર રાજકોટ તરફ લંબાવ્યો છે. ઉપરાંત ધ્રોલની પીજીવીસીએલ ની કચેરીમાં કોન્ટ્રાક્ટરના બાકી રોકાતા બિલના નાણા સંદર્ભે પણ પેપર્સ મંગાવી તપાસ શરૂૂ કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement