ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

હળવદ નજીક ટ્રક અડફેટે એક્ટિવા ચાલક મહિલાનું મોત, એકને ઈજા

01:19 PM Dec 03, 2025 IST | Bhumika
Advertisement

જુના ધનાળા રેલ્વે ફાટક નજીક ડબલ સવારી એકટીવાને ટ્રક ડમ્પર ચાલકે ઠોકર મારી હતી અકસ્માતમાં મહિલાનું મોત થયું હતું જયારે એક વ્યક્તિને ઈજા પહોંચી હતી હળવદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisement

મૂળ હળવદના ખોડ ગામના વતની હાલ મોરબીના પીપળી ગામે રહેતા ઝાલાભાઇ મેરાભાઇ પરસાડીયા (ઉ.વ.65) વાળાએ ટ્રક ડમ્પર જીજે 36 એક્સ 2123 ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ટ્રક ડમ્પર ચાલકે પુરઝડપે ચલાવી ધનાળા ગામથી હાઈવે રોડ તરફ જતા જુના ધનાળા રેલ્વે ફાટકથી અડધો કિલોમીટર દુર ધનાળા ગામ તરફ એકટીવા જીજે 36 એએચ 0335 લઈને જતા હરેશ રમણીકભાઈ કોઠારી અને ફરિયાદીના પત્ની ગંગાબેન સાથે અકસ્માત કર્યો હતો અકસ્માતમાં ફરિયાદીના પત્ની ગંગાન્બેનને માથામાં ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવ્યું હતું હળવદ પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags :
accidentdeathgujaratgujarat newsHalwadHalwad news
Advertisement
Next Article
Advertisement