ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કુવાડવાની ગીરીરાજ હોસ્પિટલમાં પરિણીતાનું મોત: તબીબી બેદરકારીનો આરોપ

01:32 PM Mar 28, 2025 IST | Bhumika
Advertisement

ચોટીલાના પીપરાળી ગામની મહિલાએ શ્ર્વાસની બિમારી સારવાર લીધા બાદ ફરી તબિયત લથડતા દાખલ કરાઇ’તી

Advertisement

પરિવારજનોએ રાજકોટ અથવા અમદાવાદ લઇ જવા માટે પૂછયું તો તબીબે ‘ગમે ત્યાં લઇ જાવ ત્યા મને જ બોલાવશે’ તેવો જવાબ આપ્યાનો આરોપ

ચોટીલા તાલુકાનાં પીપરાળી ગામે રહેતી પરણીતાને 8 દિવસ પહેલા શ્ર્વાસની બિમારી અને ઓકિસજન ઓછુ હોવાનાં કારણે કુવાડવા ખાતે આવેલી ગીરીરાજ હોસ્પિટલમા દાખલ કરાઇ હતી જયા તેણીને રજા આપ્યા બાદ ફરી તબીયત લથડતા પરીવાર દ્વારા ગીરીરાજ હોસ્પિટલમા દાખલ કરવામા આવી હતી. ગઇકાલે પરીવારજનોએ મહીલાની તબીયત વિશે પુછપરછ કરી તબીયત ખરાબ હોય તો રાજકોટ અથવા અમદાવાદ લઇ જવા માટેનુ કહેતા તબીબે સારૂ છે અને તમે ગમે ત્યા લઇ જાવ ત્યા મને જ બોલાવશે તેવો જવાબ આપ્યા બાદ મહીલાનુ બે કલાકમા મોત નીપજયુ હતુ. મહીલાનાં મોતથી પરીવારમા અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો છે. તબીબી બેદરકારીનાં કારણે મહીલાનુ મોત નીપજયુ હોવાનો પરીવારજનોએ સનસનીખેજ આક્ષેપ કરતા મૃતદેહને ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ અર્થે રાજકોટ સિવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ ચોટીલા તાલુકાનાં પીપરાળી ગામે રહેતી રાધીબેન અરજણભાઇ ખટાણા નામની 3પ વર્ષની પરણીતાને શ્ર્વાસની બીમારી અને ઓકિસજન ઓછુ હોવાનાં કારણે ગત તા ર3 નાં રોજ કુવાડવા ખાતે આવેલી ગીરીરાજ હોસ્પિટલમા દાખલ કરવામા આવી હતી. જયા સારવાર દરમ્યાન પરણીતાનુ મોત નીપજતા પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી હતી. ગીરીરાજ હોસ્પિટલનાં તબીબની બેદરકારીનાં કારણે મહીલાનુ મોત નીપજયુ હોવાનુ પરીવારજનોએ આક્ષેપ કર્યો હતો હોસ્પિટલમા મૃતક મહીલાનાં પરીવારજનો અને હોસ્પિટલ સ્ટાફ વચ્ચે રકઝક થઇ હતી.

ઘટનાને પગલે કુવાડવા પોલીસ તાત્કાલીક હોસ્પિટલ ખાતે દોડી ગઇ હતી અને તબીબી બેદરકારીનો આક્ષેપ થતા મહીલાનાં મૃતદેહને ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ સિવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યો હતો.
પ્રાથમીક પુછપરછમા મૃતક રાધીબેન ખટાણાને સંતાનમા બે પુત્ર છે અને ખેતીકામ કરી પરીવારને આર્થીક મદદ કરતા હતા. 8 દિવસ પુર્વે રાધીબેન ખટાણાને શ્ર્વાસની બિમારી અને ઓકિસજન ઓછુ હોવાનાં કારણે કુવાડવા ખાતે આવેલી ગીરીરાજ હોસ્પિટલમા દાખલ કરાયા હતા. જયા સારવાર આપી ગત તા ર1 નાં રોજ ડીસ્ચાર્જ કરાયા હતા.

રાધીબેન ખટાણાની ફરી તબીયત લથડતા તા ર3 નાં રોજ કુવાડવા ગીરીરાજ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામા આવ્યા હતા ત્યારે રાધીબેન પોતાની જાતે ચાલીને હોસ્પિટલે પહોંચ્યા હતા. 4 દિવસની સારવાર બાદ ગઇકાલે પરીવારજનોએ બપોરનાં ત્રણેક વાગ્યાનાં અરસામા ગીરીરાજ હોસ્પિટલનાં ડોકટર વાઘેલાને રાધીબેન ખટાણાની તબીયત વિશે પુછપરછ કરી હતી અને જો તબીયત ગંભીર હોય તો રાજકોટ અથવા અમદાવાદ હોસ્પિટલ લઇ જવા માટે તૈયારી દર્શાવી હતી પરંતુ ડોકટર વાઘેલાએ રાધીબેન ખટાણાની તબીયત સારી હોવાનુ અને તમે ગમે ત્યા લઇ જાવ ત્યા મને જ બોલાવશે તેવુ જવાબ આપ્યો હતો બાદમા પાંચ વાગ્યાનાં અરસામા રાધીબેનનુ મોત નીપજયુ હતુ. જેથી પરીવારજનોએ ડો. વાઘેલાની બેદરકારીનાં કારણે મોત નીપજયુ હોવાનો સનસનીખેજ આક્ષેપ કર્યો છે. આક્ષેપનાં પગલે ચોટીલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
Giriraj Hospitalgujaratgujarat newsKuvadwaKuvadwa newsrajkotrajkto news
Advertisement
Next Article
Advertisement