પારેવાડા ગામે ભુલથી જંતુનાશક દવા પી જતા મહિલાનું મોત
04:28 PM Jun 09, 2025 IST | Bhumika
બામણબોરના પારેવડા ગામે ભુલથી ખેતરમાં છાંટવાની જંતુનાશક દવા પી જતા મહીલાને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાતા તેનું સારવા દરમિયાન મોત નીપજયું છે.
Advertisement
જાણવા મળતી વિગત મુજબ પારેવડા ગામે રહેતા મધુબેન રસીકભાઇ માલકીયા (ઉ.વ.35) નામના મહીલા ગત તા.4ના રોજ વાડીએ હતા ત્યારે ખેતરમાં છાંટવાની જંતુનાશક દવા ભુલથી પી જતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પીટલાં ખસેડવામાં આવ્યા હતા. જો કે પાંચ દિવસની સારવાર કારગત ન નીવડતા હોસ્પીટલના બિછાને તેમનું મોત નિપજયું હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી એરપોર્ટ પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં મૃતકના ત્રણ વર્ષ પહેલા બીજા લગ્ન થયા હતા. તેમને આગલા ઘા એક પુત્ર અને એક પુત્રી સહીત ચાર સંતાનો છે. આ બનાવથી પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.
Advertisement
Advertisement