બેંકની કેન્ટીનમાં કૂકરમાંથી ગરમ પાણી પડતા કૂક મહિલા દાઝી
શહેરની મુખ્ય પોસ્ટ ઓફિસ પાસે આવેલી બેક ઓફ બરોડાની કેન્ટીંનમાં કામ કરતી કૂક મહિલા કૂકરમાંથી ગરમ પાણી પડતા મોઢાના ભાગે દાઝી જતા તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
જાણવા મળતી વિગત મુજબ મોરબી રોડ જકાતનાકા પાસે શિવવિહાર સોસાયટી શેરી નં3માં રહેતી અને
મુખ્ય પોસ્ટ ઓફિસ પાસે આવેલી બેક ઓફ બરોડાની કેન્ટીંનમાં કામ કરતી વંદના બેન આદીત્યભાઇ માળી (ઉ.વ.30)નામની મહિલા આજે સવારે બેંકની કેન્ટીનમાં ગેસના ચુલા ઉપર રાખેલી કૂકર ઉપાડવા જતા કૂકરમાંથી ગરમ પાણી પડતા વંદનાબેન મોઢાના તથા શરીરે દાઝી ગયા હતા. જેને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી એડિવિઝન પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં વંદનાબેન છેલ્લા પાંચ વર્ષની બેંકમાં કામ કરે છે. તેમના પતિ ડ્રાઇવીંગ કામ કરતા હોવાનુ અને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે.