જામનગરમાં લોકમેળાના સ્થળેથી દારૂના જથ્થા સાથે મહિલા ઝડપાઇ
જામનગરમાં આગામી શ્રાવણી મેળાને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. પરંતુ મેળાનો પ્રારંભ થાય તે પહેલા જ એક વિવાદ સામે આવ્યો છે. મેળાના સ્થળ પરથી જ દેશી દારૂૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂૂ સાથે એક મહિલાની ધરપકડ કરી હતી. આ ઘટનાથી મેળાના આયોજન અને સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉભા થયા હતા.
મેળાની જગ્યાએ મહાનગરપાલિકાના સુરક્ષા કર્મીઓ પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે તેમને એક જગ્યાએ શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી. તપાસ કરતા ત્યાંથી દેશી દારૂૂનો જથ્થો મળી આવ્યો હતો અને એક મહિલા દારૂૂ સાથે હાજર હતી. સુરક્ષા કર્મીઓએ તાત્કાલિક આ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને દારૂૂનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે સ્થળ પરથી જ મહિલાની ધરપકડ કરી હતી અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મેળાની શરૂૂઆત પહેલા જ આ પ્રકારની ઘટના બનવાથી સુરક્ષા કર્મીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.
પોલીસે આ મામલે સઘન તપાસ હાથ ધરી હતી કે આ મહિલા કોના માટે અને ક્યાંથી દારૂૂ લાવી હતી. આ ઘટનાએ મેળાની સુરક્ષા વ્યવસ્થાની પોલ ખોલી નાખી હતી. ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે કડક પગલાં લેવા જરૂૂરી બન્યા છે.