સંમતિથી સંબંધ બંધાય પછી મહિલા પતિ સામે રેપનો આરોપ કરી શકે નહીં: હાઇકોર્ટ
પરિણીત NRI સાથે લગ્ન કરનાર મહિલાના કેસમાં ચુકાદો
ગુજરાતમાં એક મહિલાએ તેના પતિ પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો, જેને હાઈકોર્ટે ફગાવી દીધો હતો. ભારતીય મૂળની ન્યુઝીલેન્ડની મહિલાએ મે 2013માં ન્યુઝીલેન્ડમાં નોંધાયેલા એનઆરઆઈ સાથે લગ્ન કર્યા હતા. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે તે વ્યક્તિએ તેના અગાઉના લગ્ન છુપાવીને તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો. લગ્ન પછી, બંને આગામી છ મહિના એટલે કે નવેમ્બર 2013 સુધી સાથે રહ્યા અને પછી તેમના પતિ ભારત પાછા ફર્યા.
પતિ પરત ફર્યા બાદ પણ મહિલાએ ભારત આવવાનું ચાલુ રાખ્યું હતું. બાદમાં તેને ખબર પડી કે તેના પતિના લગ્ન થઈ ચૂક્યા છે અને તેથી તેણે સપ્ટેમ્બર 2024માં કેસ દાખલ કર્યો હતો. આ પછી તેના પતિની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તેને એક અઠવાડિયા પછી જ જામીન મળી ગયા હતા. જો કે, આ પછી પણ બન્નેએ એકબીજાને મળવાનું ચાલુ રાખ્યું.
એફઆઇઆરમાં મહિલાએ જણાવ્યું હતું કે તેના પતિએ નવસારીની એક હોટલમાં તેની સાથે બળાત્કાર કર્યો હતો. પુરુષના વકીલે કહ્યું કે પુરુષના બીજા લગ્ન માન્ય છે કારણ કે તે મુસ્લિમ છે અને તેથી તેના પર બળાત્કારનો આરોપ અમાન્ય છે. મહિલાના વકીલે આનો વિરોધ કર્યો હતો અને દલીલ કરી હતી કે પીડિતાના પુરુષ સાથેના લગ્ન ગેરકાયદેસર હોવાથી, સપ્ટેમ્બર 2014માં નવસારીમાં જ્યારે તેણીએ તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા ત્યારે તે આઇપીએસની કલમ 376 હેઠળ ગુનો છે.
આ કેસમાં જસ્ટિસ ઉમેશ ત્રિવેદીએ એવો ચુકાદો સંભળાવ્યો કે મહિલાએ પાછળથી પોતાની પસંદની વ્યક્તિ સાથે લગ્ન કર્યા અને તેને ફોજદારી કાર્યવાહીમાં રસ ન હતો. તેણે ન્યૂઝીલેન્ડમાં લગ્નની નોંધણી કરાવી અને પછી પતિ-પત્ની કાયદેસર હોય કે પછી. ગેરકાયદેસર, શારીરિક સંબંધ સહમતિથી હતો. મહિલાને ખબર પડી કે પુરુષ પહેલેથી જ પરિણીત છે, તે પછી પણ તે સમયાંતરે તેને મળતી હતી અને તેના જૂના સંબંધો ચાલુ રાખતી હતી. એફઆઈઆરમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે મહિલાએ સમયાંતરે પુરૂૂષને આર્થિક મદદ પણ કરી હતી. મહિલા તેના પતિ સાથે સંબંધ રાખવા માંગતી હતી, તેમ છતાં તેણી જાણતી હતી કે તેના પહેલા લગ્ન થયા છે, તેથી રેપનો આરોપ માન્ય રહેતો નથી.