બે કેસ આવતા લાલપરી અને સોહમનગરનો બે-બે કિ.મી.નો વિસ્તાર કોલેરા ભયગ્રસ્ત જાહેર
પાંચ વર્ષની બાળકી અને વૃદ્ધાનો રિપોર્ટ કોલેરા પોઝિટિવ આવતા કલેક્ટરે નવ નવેમ્બર સુધીના પ્રતિબંધાત્મક આદેશ ર્ક્યા
રાજકોટ શહેરમાં ચોમાસાની શરૂઆતથી જ કોલેરાએ હાહાકર મચાવવાનું શરૂ કરયું છે. અત્યાર સુધીમાં કોલેરાના સાત કેસ નોંધાયા બાદ સોમવારે લાલપરીમાં પાંચ બાળકી તેમજ મોરબી રોડ પર વૃદ્ધાને કોલેરા થતા આરોગ્ય વિભાગ દ્વારા આ બન્ને વિસ્તાર કોલેરા ભયગ્રસ્ત જાહેર કરવામાં આવે પરંતુ કલેક્ટર રજા ઉપર હોવાથી આજે રાજકોટ આવી સોહમનગર અને લાલપરીના બે-બે કિ.મી.ના વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરી જાહેરનામું બહાર પડાવવામાં આવ્યું છે.
રાજકોટ શહેરમાં ગત સોમવારે એક વૃદ્ધા અને બાળકીને કોલેરા થતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ હતી. મોરબીરોડ ઉપર સોહમનગર વિસ્તારમાં એક પાંચ વર્ષની બાળકી તેમજ ગ્રીનલેન્ડ ચોકડી પાસે એક વૃદ્ધાને કોલેરા થતા જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ આજે આ બન્ને વિસ્તારોના બે-બે કિ.મી. વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરી તા.9 નંવેમ્બર સુધી પ્રતિબંધાત્મક હુકમ જારી ર્ક્યા છે. શહેરમાં આજ સુધીમાં સાત કેસ નોંધાયતા જેમાં વધુ બેનો ઉમેરો થતા અત્યાર સુધીમાં કોલેરાના 9 કેસ નોંધાયા છે. આથી કલેકટરે વધુ બે વિસ્તારોને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરી આ વિસ્તારમાં શેરડીના ચીચોડા, ફળોના ટુકડા કરી વેંચાણ કરવું, બરફ અને બરફની વસ્તુઓ ઉપર પ્રતિબંધ ફરવામી કોલેરા નિયત્રણ અધિકારી તરીકે રાજકોટ મનપાના આરોગ્ય અધિકારીની નિયુક્તિ કરવામાં આવી છે. રાજકોટ શહેરમાં અત્યાર સુધી આવેલા કોલેરાના કેસોમાં વિસ્તારવાઇઝ લોહાનગર બે વર્ષ બાળક, લોહાનગર 1.5 વર્ષ બાળકી, અટલ સરોવર 22 વર્ષ પુરુષ, ખોડીયાર નગર 28 વર્ષ પુરુષ, લક્ષ્મીવાળી 38 વર્ષ મહિલા, કોટક શેરી 43 વર્ષ મહિલા, રામનગર 54 વર્ષ પુરુષ, લાલપરી 60 વર્ષ મહિલા અને સોહમનગર પાંચ વર્ષની બાળકી સહિતના નવ કેસ નોંધાયા છે.