હોળીની વિદાય સાથે જ ઉનાળાએ રંગ બતાવ્યો, તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર
હોળીનો તહેવાર પૂરો થતા જ ગુજરાતમાં ઉનાળાએ તેનો અસ્સલમિજાજ બતાવવાનું શરૂ કરી દીધુ છે અને ધીરેધીરે તાપમાનનો પારે 40 ઉપર જવા લાગ્યો છે. ગઇકાલે રાજકોટ સહિત પાંચ જિલ્લામાં 40 ડિગ્રી ઉપર તાપમાન નોંધાયા બાદ આજે પણ બપોરે બે વાગ્યે જ ભૂજમાં 41.3 ડિગ્રી, અમદાવાદમાં 41.2 ડિગ્રી અને ભાવનગરમાં 41.1 ડિગ્રીએ તાપમાન પહોંચી ગયુ હતું. જ્યારે અમરેલી-સુરેન્દ્રનગર અને રાજકોટમાં પણ ગરમીનો પારો 40 ડિગ્રી નજીક પહોંચી ગયો છે.
ગુજરાતમાં સીઝનમાં પહેલીવાર માર્ચ મહિનામાં ગરમી 40 ડિગ્રીને પાર થઈ છે. આગાહી મુજબ, આગામી દિવસોમાં ગરમીમાં કોઈ રાહત નથી. ઊલટાનું પારો ઓર વધશે. આગામી બે દિવસમાં ગરમીનો પારો 41 ડિગ્રી પર પહોંચી શકે છે. સવારથી શરૂૂ થયેલા ગરમ પવનો દિવસભર સુધી ફૂંકાઈ રહ્યાં છે. જોકે, આગામી બે દિવસ બાદ ગરમીમાં થોડી રાહત મળવાના અણસાર છે. કારણ કે, શુક્રવારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગરમીના પારામાં 2 ડિગ્રીનો ઘટાડો આવી શકે છે. હોળિકા દહન બાદ આગાહીકાર અંબાલાલ પટેલે હોળિકાની જ્વાળાઓની દિશાને જોઈ તેમણે અનુમાન કર્યું કે, સૂર્યાસ્ત પછી પવન પશ્ચિમનો રહ્યો હતો અને ઘુમાવ નૈઋત્યનો રહ્યો હોવાથી ખેડૂતો માટે વર્ષ સારું રહેશે. એપ્રિલથી લઇ જૂન સુધી જોવા મળશે. ધૂળ વંટોળના કારણે બાગાયતી પાક પર તેની અસર થતી હોય છે. અરબ સાગર અને બંગાળની ખાડીમાં ગરમીની સાનુકૂળતાના કારણે ચક્રવાત સર્જાતા રહેશે. ઓગસ્ટ થી લઇ ઓક્ટોબર સુધી વરસાદ રહેશે, વાયુનો પ્રકોપ વધુ રહેશે.