For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શિયાળાની ધીમી વિદાય શરૂ: બેવડી ઋતુથી લોકો ત્રસ્ત

12:31 PM Feb 13, 2025 IST | Bhumika
શિયાળાની ધીમી વિદાય શરૂ  બેવડી ઋતુથી લોકો ત્રસ્ત

Advertisement

બે દિવસમાં પારો 5 ડિગ્રી ઊંચકાયો, બપોરે બળબળતા ઉનાળા જેવો અહેસાસ

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડીમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં 3 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો હતો. ત્યારે હવે ફેબ્રુઆરી મહિનો પણ અડધો થવા આવી ગયો છે એટલે કે શિયાળા માટે હવે માંડ ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઠંડીમાં ધીમે ધીમે ઘટાડો નોંધાઈ રહ્યો છે.

Advertisement

ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં 15 ડિગ્રીની આસપાસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.આગામી દિવસોમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર ન થવાની શક્યતાઓ હવામાન વિભાગે જણાવી છે. હાલ સવારે-મોડી રાત્રક્ષે ઠંડી અને બપોરે ગરમી એમ બેવડી ઋતુથી લોકો ત્રસ્ત બની રહ્યા છે.

ગુજરાતમાં શિયાળો ધીમે ધીમે વિદાય તરફ જઈ રહ્યો છે ત્યારે ઠંડીમાં ધીમે ધીમે ઘટાડો નોંધાઈ રહ્યો છે. હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે બુધવારે ગુજરાતમાં 14.4 ડિગ્રીથી લઈને 21.2 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં બે દિવસમાં 5 ડિગ્રી જેટલું લઘુત્તમ તાપમાન વધીને 14.4 ડિગ્રીએ પહોંચ્યું હતું. જ્યારે ઓખામાં 21.2 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું. ડીસામાં પણ ઠંડી ઘટતાં 14.8 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું.

ગુજરાતમાં સરેરાશ ઠંડીમાં ઘટાડો નોંધાતા અમદાવાદ શહેરમાં પણ ઠંડી ઘટી હતી. અમદાવાદ શહેરમાં તાપમાન ઉચકાંતા ગરમી જેવો અહેસાસ થવા લાગ્યો હતો. બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે જ્યારે વહેલી સવારે ઠંડી અનુભવાય છે. આમ અત્યારે શહેરમાં બેવડી ઋતુ વર્તાઈ રહી છે. અમદાવાદમાં 17.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું જ્યારે ગાંધીનગરમાં 16 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

આગામી અઠવાડિયામાં હવામાન શુષ્ક રહેશે: મોસમ વિભાગ
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં હવામાન શુષ્ક રહેશે. આગામી 5 દિવસમાં તાપમાન ધીમે-ધીમે વધશે પરંતુ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. હવે હવામાન બદલાઈ રહ્યું છે જેમાં જમીન થોડી ગરમ થઈ રહી છે. હાલમાં રાજ્યમાં તાપમાન ધીમે-ધીમે વધી રહ્યું છે. જો પૂર્વ તરફથી પવન ફૂંકાશે તો દક્ષિણમાં થોડી ગરમી પડવા લાગશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement