શિયાળો જામ્યો: નલિયા રાજ્યનું સૌથી ઠંડુંગાર શહેર
મોટાભાગના શહેરોમાં પારો 15 ડિગ્રી નીચે, શીત લહેરથી લોકો ઠૂંઠવાયા, રાજકોટમાં 13.4 ડિગ્રી તાપમાન નોંધાયું, આખો મહિનો સામાન્ય કરતા 2 ડીગ્રી જેટલું નીચે તાપમાન રહેશે
ડીસેમ્બર મહિનાની શરૂઆત થતા જ ગુજરાતભરમાં શિયાળો જમી ચૂક્યો છે. રાજ્યભરમાં મોટાભાગના શહેરોનાં તાપમાન 15 ડિગ્રીથી નીચે રહ્યું હતું. આગામી 24 કલાક ઠંડીનું જોર રહેશે ત્યારબાદ ફરી સામાન્ય ઘટાડો થશે. જેને કારણે લઘુતમ તાપામન 2થી 3 ડિગ્રી વધી શકે છે. ડિસેમ્બરના બીજા અઠવાડિયાથી પારો 14થી 15 ડિગ્રી સુધી ગગડવાની આગાહી છે.
રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલીયામાં નોંધાઇ હતી. નલિયામાં 12 ડિગ્રી જેટલું નીચું તાપમાન નોંધાયું હતું. કચ્છ જિલ્લામાં ભૂજના 15.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત વડોદરા, ડેસા, પોરબંદર અને રાજકોટમાં લઘુતમ તાપમાન 15 ડિગ્રી કરતા નીચું નોંધાયું હતું. આ ઉપરાંત રાત્રી દરમિયાન ઠંડા પવનને લીધે સિતલહેરનો અહેસાસ થતા લોકો ઠુંઠવાઇ થયા હતા.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સોમવારે રાજકોટ શહેરનું લઘુતમ તાપમાન 13.4 ડિગ્રી હતું. રવિવાર કરતા લઘુતમમાં 2.6 ડિગ્રીનો ઘટાડો થયો છે. દક્ષિણ ભારતમાં વાવાઝોડાના કારણે ભારે વરસાદ, પૂરની સ્થિતિ છે. જેથી વાતાવરણ બદલાયું છે. આ વાવાઝોડું પૂર્વ દિશામાં આગળ વધીને દક્ષિણના રાજ્યોમાંથી પસાર થઇ અરબી સમુદ્રમાં ફરી સક્રિય થશે અને ઓમાન તરફ ફંટાઈ જશે.
સિઝનમાં ડિસેમ્બર દરમિયાન સૌથી વધુ ઠંડી પડતી હોય છે. હાલમાં બંગાળની ખાડીમાં સક્રીય થયેલાં વાવાઝોડાની અસરથી ઠંડા પવનો શરૂૂ થયાં છે. તેમજ ઠંડા પવનોની સાથે પવનની ગતિ પણ 15 કિલોમીટરથી વધુ રહી છે, જેને કારણે 3 ડિસેમ્બર સુધી શહેરમાં ઠંડીનું જોર યથાવત રહેશે. પરંતુ, 2 ડિસેમ્બરના રોજ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રીય થશે, જેને કારણે 4થી 6 ડિસેમ્બર દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો ઘટાડો થશે. ડિસેમ્બરના છેલ્લાં બે અઠવાડિયા દરમિયાન મહિનાનું સૌથી નીચું તાપમાન નોંધાવાની શક્યતા છે. આ ઉપરાંત સમગ્ર મહિના દરમિયાન લઘુતમ તાપમાન સરેરાસ તાપમાન કરતા 1થી 2 ડીગ્રી રહેવાની શક્યતાઓ વ્યક્ત કરાઇ છે.
ક્યાં કેટલું તાપમાન?
શહેર તાપમાન(સે.)
અમદાવાદ 16.2
બરોડા 14.6
ભાવનગર 17.4
ભૂજ 15.6
દમણ 20.6
ડીસા 14.3
દ્વારકા 18.6
કંડલા 18.6
નલીયા 12.0
પોરબંદર 14.5
રાજકોટ 15.4
વેરાવળ 18.8