મનપા આયોજિત રંગોળી સ્પર્ધાના વિજેતાઓના નામ જાહેર
ગ્રૂપ રંગોળીના 3 અને વ્યક્તિગત સ્પર્ધામાં 11 સ્પર્ધકોને રૂા.5000 ઇનામ અપાશે : મનપાના પદાધિકારીઓએ પાઠવી શુભેચ્છાઓ
રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયાઅને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ-હરિયાળું-રંગીલું રાજકોટ અંતર્ગત તા.17-10-2025 થી તા.20-10-2025 દરમ્યાન રેસકોર્ષ રીંગ રોડ ખાતે રંગોળી બનાવવામાં આવી હતી. આ રંગોળી સ્પર્ધા નિર્યાયકો દ્વારા વિજેતા થયેલ સ્પર્ધકોના નામ જાહેર કરવામાં આવેલ છે.
આ સ્પર્ધા બે કેટેગરીમાં રાખવામાં આવેલ અને કુલ-525 રંગોળીઓ બનાવવામાં આવેલ. ગ્રુપ રંગોળીમાં પ્રથમ ત્રણ વિજેતાને રૂૂપિયા 5000/- ઈનામ આપવામાં આવશે. વ્યક્તિગત રંગોળીમાં પ્રથમ અગીયારને રૂૂપિયા 5000/- તથા એકાવન સ્પર્ધકને રૂૂપિયા 1000/- આસ્વાસન ઈનામ આપવામાં આવશે. ત્રણ લકકી વિજેતાને લકી ડ્રો દ્વારા રૂૂપિયા 5000/-ની ફટાકડાની કીટ આપવામાં આવેલ.
સ્પર્ધાના નિર્યાયકો તરીકે મુકેશભાઇ વ્યાસ, ચૈતન્ય વ્યાસ, જયશ્રીબેન રાવલ, રૂૂપલબેન સોલંકી, વલ્લભભાઈ પરમાર, એમ.યુ.ચૌહાણ, ડો.અસિતભાઈ ભટ્ટ, ડો.પ્રદીપભાઈ દવે, મુકેશભાઇ ડોડીયા, જગદીશભાઇ ચૌહાણ, નલીનભાઈ સૂચક, મુકેશભાઇ ત્રિવેદીએ સેવા આપેલ. આ સ્પર્ધા ને સફળ બનાવવા માટે મહાનગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ-કર્મચારીઓ તથા ચિત્રનગરીના જીતુભાઈ ગોટેચા, મુકેશભાઇ વ્યાસ, હેમાબેન વ્યાસ, જયશ્રીબેન રાવલ, સુરેશભાઇ રાવલ, રશેષભાઈ વ્યાસ, શિવમ અગ્રવાલ, સીમાબેન અગ્રવાલ, દિગીશ વડોદરિયા, ભૂષણ સંપત, વિશાલભાઈ જોશી, હરદેવસિંહ વાઘેલા, ગૌરવ ખીરૈયા, પરેશભાઈ ધોરાજીયા, સાવન ધોરાજીયા, શ્રેયશભાઈ તન્ના, દિનેશભાઇ પટેલ, રશ્મિ ગોટેચા તથા મૌલિક ગોટેચા વગેરેએ જહેમત ઉઠાવેલ હતી. આ સ્પર્ધા ને સફળ બનાવવા માટે 50 વોલંટિયરએ પણ સેવા આપેલ. અંદાજે એક લાખ કરતા પણ વધુ લોકોએ આ રંગોળી સ્પર્ધા નિહાળી હતી.
વિજેતા સ્પર્ધકોના નામની યાદી
ગ્રુપ રંગોળી 5ડ્ઢ15ની બનાવવામાં આવેલ જે પૈકી ત્રણ રંગોળીના વિજેતા (1) નેન્સી પારેખ તથા ટીમ, (2) માનસી પારેખ તથા ટીમ અને (3) દિયા સુતરીયા તથા ટીમને રૂપિયા 5000/-નું રોકડ ઈનામ આપવામાં આવનાર છે. વ્યક્તિગત રંગોળી 5ડ્ઢ5ની બનાવવામાં આવેલ, જેમાં પ્રથમ અગીયાર રંગોળીના વિજેતા (1) તુલસી દફતરી, (2) તુલસી કાલરીયા, (3) અમૂલ કંજારા, (4) વેનિષા પરમાર, (5) વિવેક હરનેશા, (6) માનસી ચૌહાણ, (7) મૈત્રી વેકરીયા, (8) નિકિતા પટેલ, (9) જય ભેડા, (10) જીગ્નેશ ધોળકિયા તથા (11) પૂજાબેન નિમાવતને પણ રૂૂપિયા 5000/-નું ઈનામ આપવામાં આવશે. આ ઉપરાંત એકાવન સ્પર્ધકને રૂૂપિયા 1000/- ઈનામ આપવામાં આવશે.
