વડિયા-કુંકાવાવને સુરત-અમદાવાદ ડેઇલી ટ્રેનની દિવાળી ભેટ મળશે કે માત્ર પોકળ વચન?
અમરેલી,ગુજરાત અને ભારતમાં હાલ સર્વત્ર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભા અને લોક સભા સુધી ભાજપ નુ શાસન છે. આ શાસન મેળવવા નેતાઓએ લોકોને ચૂંટણી સમયે વિકાસ ના સ્વપ્ન દેખાડી મત માંગ્યા હતા. લોકોએ ભાજપ પર વિકાસ રૂૂપી કલ્યાણ થવાની આશાએ વિશ્વાસ મૂકી ને લોકોએ પ્રાથમિક અને જરૂૂરી સુવિધાઓ મેળવવા માટે તાલુકા પંચાયત થી સાંસદ સુધી તમામ ચૂંટણીઓમાં ખોબલે ખોબલે મત આપી ભગવો લહેરાવ્યો હતો ત્યારે ગુજરાત અને ભારત માં ડબલ એન્જીન ની ભાજપ ની સરકાર બની હતી.
છેલ્લી સાંસદની ચૂંટણી પેહલા વડિયા ના રેલવે સ્ટેશન ખાતે પૂર્વ સાંસદ નારણ કાછડીયા અને અમરેલીના ધારાસભ્ય એવા ગુજરાત વિધાનસભા ના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયા એ સાપ્તાહિક ટ્રેન ના સ્વાગત પ્રસંગે યોજાયેલી સભામાં લોકસભા ચૂંટણી નજીક હતી ત્યારે વડિયા, કુંકાવાવ, ચિતલ, લાઠી ના આ રૂૂટ પર હવે બ્રોડગેજ લાઈન બનતા આ વિસ્તાર ને મહત્તમ સુવિધાઓ મળશે.
હાલ જીલ્લા, રાજ્ય અને દેશમાં ડબલ એન્જીનની સરકાર છે ત્યારે મોસળે જમણવાર અને માં પીરસી રહી હોય તો આપણે ક્યારેય અન્યાય થાય જ નહિ અને મહત્તમ લાભ મળે તે સ્વાભાવિક છે તેવુ જણાવીને વડિયા કુંકાવાવ વિસ્તાર ને વંદે ભારત ટ્રેન અને ડેઇલી સુરત, અમદાવાદની ટ્રેન શરુ કરવાની ખાત્રી અપાઈ હતી. આ ખાત્રીને બે વર્ષ વીતવા આવ્યા પરંતું હજુ સુધી કોઈ સુવિધાઓ અહીં આપવામાં આવી નથી.
ચૂંટણી પેહલા સમગ્ર વડિયા કુંકાવાવ તાલુકા ના લોકોના મત લોકસભા ચૂંટણી માં મેળવવા માટે આપેલા વચનો ખોબલે ખોબલે મત લઇ જનારા સાંસદ ભરત સુતરીયા એ પૂર્ણ કરવા જરૂૂરી બંને છે ત્યારે ચૂંટણી સમયે આપેલા વચનો બાબતે કોઈ કાર્યવાહી ના થાય ત્યારે સમગ્ર પંથક આજે સાંસદના કાર્યક્ષેત્ર માં આવતી સરકાર ની સેવાઓ લોકોને અપાવવા આગળ આવી પોતાની લોકો પ્રત્યે ની ફરજ અને જવાબદારી નિભાવે તે ખુબ જરૂૂરી છે.અને તગડા ભાડા ચૂકવી રહ્યા છે તો સરકારની સસ્તી અને સુલભ સેવા એવી ભારતીય રેલવે ની પૂરતી સુવિધાઓ નો લાભ પોતાના મત વિસ્તારના લોકોને અપાવે તેવુ લોકો ઇચ્છી રહ્યા છે.
હવે જોવાનું એ રહ્યું કે ખોબલે ખોબલે મત લઇ જનાર સાંસદ ભરત સુતરીયા ને રાજ્ય સરકારમાં અમરેલી જિલ્લા નુ પ્રતિનિધિત્વ કરતા નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયા અને અન્ય ધારાસભ્યો લોકોને સુવીધાઓ અપાવે છે કે ચૂંટણી સમયે આપેલા વચનો પોકળ સાબિત થાય છે તે તો આવનારો સમય જ બતાવશે.